Saturday, December 20, 2008

ઇન્ટરનેટ એકસપ્લોરર અસુરક્ષિત

internet explorer unsafeખુદ માઈક્રોસોફટે જ તેના સોફટવેરની સુરક્ષામાં ખામીઓની કરેલી કબૂલાત

ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખામી હોવાના કારણે કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ

માઇક્રોસોફટ કોર્પોરેશનના ઇન્ટરનેટ એકસપ્લોરરનો ઉપયોગ કરી રહેલા લોકોના કમ્પ્યૂટર હાઇજેક થવાનું જોખમ ઊભું થઇ ગયું છે. કંપનીએ સ્વીકાર કર્યોછે કે, તેના સોફટવેરની સુરક્ષામાં રહેલી ખામીઓ છે, તેને સુધારવાના તમામ પ્રયાસો છતાં પણ તે નિષ્ફળ રહી છે.

માઇક્રોસોફટના એકસપ્લોરર સોફટવેરમાં સુરક્ષા ખામીઓના કારણે ગુનેગારો અને હેકરોને સાધારણ પ્રયત્નથી જ કોઇ પણ વ્યકિતના કમ્પ્યૂટરમાં ઘૂસવાની તક મળી જાય છે. આ માટે તેણે ફકત તે વ્યકિતને લલચાવીને દૂષિત પ્રોગ્રામ કોડવોળી કોઇ વેબસાઇટ ખોલવા માટે મજબૂર કરવાનો રહેશે. નિષ્ણાતોના અનુસાર આમ કરવું કોઇ કપરું કામ નથી.

એન્ટી વાઇરસ સોફટવેર નિર્માતા ટ્રેન્ડ માઇક્રોસોફટના અનુસાર આ ખામીના કારણે છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૧૦ હજાર વેબસાઈટોનો આ કામ માટે ઉપયોગ થઇ ચૂકયો છે. જેમાં મોટાભાગની ચીનની વેબસાઈટ છે, જેનો ઉપયોગ કમ્પ્યૂટર ગેમનો પાસવર્ડ ચોરવા માટે કરવામાં આવે છે. જેને કાળા બજારમાં ઊચા ભાવે વેચવામાં આવે છે.

કેવી રીતે પકડાયું :

ટ્રેન્ડ માઇક્રોસોફટની સકિયોરિટી રિસર્ચ કરનાર પોલ ફગ્ર્યુસનના અનુસાર સામાન્ય રીતે સોફટવેર આ પ્રકારની ખામીઓ સુધારવામાં ચૂક ખાઇ જાય છે. આ ખામી ફકત એટલા માટે પકડાઈ ગઇ, કેમકે આઈઈ નામનો ડિફોલ્ટ બ્રાઉઝર દુનિયાના લગભગ તમામ કમ્પ્યૂટર સેટોમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ, કંપની ફકત તેના સાતમા વર્ઝન પર થનાર હુમલાને જ શોધી શકી છે. બીજા વર્ઝન પરનું જોખમ જેમનું તેમ છે. કંપનીએ જણાવ્યું છે કે, તે સમસ્યા દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.

બીજા વિકલ્પ સુરક્ષિત

‘જયાં સુધી સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી આઈઈનો ઉપયોગ કરતા લોકો માટે મોજિલાનું ફાયરફોકસ, ગૂગલનું ક્રોમ, ઓપેરા સોફટવેરનો ઓપરા અને એપલના સફારી વિકલ્પનો ઉપયોગ કરવું ઉચિત રહેશે.’ -સુરક્ષા નિષ્ણાત.
Agency, San Francisco

No comments:

Post a Comment