Showing posts with label Recipes. Show all posts
Showing posts with label Recipes. Show all posts

Friday, July 25, 2008

મગની દાળની પકોડી ચાટ

સામગ્રી :
મગની દાળ 1 વાટકી,
ઠંડુ દહીં 2 વાટકી,
સંચળ પા ચમચી, આદુમરચાં 2 ચમચી,
ગળી ચટણી 1 વાટકી, મરચું 2 ચમચી,
લીમડો 1 ડાળખી, મીઠું-તેલ પ્રમાણસર,
દાડમના દાણા 1 ચમચો, કોથમીર 1 વાટકી,
જીરૂ પાવડર 2 ચમચી, ચાટ મસાલો 1 ચમચી,
ખાંડ 1 ચમચી.

રીત :
સૌ પ્રથમ મગની દાળ 7 કલાક પલાળી રાખો. પાણી નાખ્યા વગર મીક્સરમાં વાટી લો. તેમાં મીઠું-હીંગ અને આદુ મરચાં નાખી પકોડી માટે ખીરૂ બનાવો. તેલ ગરમ કરીને નાની નાની પકોડી તળો. દહીં વલોવીને ઠંડુ કરો. એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરીને જીરૂ તથા લીમડાનો દહીંમાં વધાર કરો. તેમાં મીઠું-ખાંડ નાંખો. એક પ્લેટમાં પકોડી ગોઠવો. તેના પર દહીં-ગળી ચટણી-કોથમીર-મીઠું-મરચું જીરૂ પાવડર, દાડમના દાણા-ચાટ મસાલો નાંખીને સર્વ કરો.

Thursday, July 24, 2008

રવાની ઉપમા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)

સામગ્રી :

500 ગ્રામ રવો,
100 ગ્રામ અડદ-દાળ,
100 ગ્રામ કોપરા-છીણ,
વાટેલ આદું-મરચાં,
છાશ, કોથમીર, લીંબુ, મીઠું, તેલ,
દ્રાક્ષ, હિંગ, લીમડો, ખાંડ.

રીત :
સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી, ધોઈ કોરી કરો. તેલ ગરમ કરી હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વધાર કરી દાળને નાખીને સાંતળો. તેમાં રવો અને દ્રાક્ષ નાખી શેકો. પછી તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું, ખાંડ નાખીને, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો. પછી છાશ ભેળવીને સીઝવો. તૈયાર થયે નીચે ઉતારી તેની ઉપર સમારેલ કોથમીર અને ખમણેલ કોપરું ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.

ઉપમાની ચટણી માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી નારિયેળ-છીણ, 1 વાટકી દહીં, આદું, કોથમીર, દળેલ ખાંડ, મરચાં અને મીઠું તૈયાર કરો. સૌ પ્રથમ ચણાની દાળને શેકીને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી તેમાં આદું-મરચાં, નારિયેળનું છીણ, ખાંડ, મીઠું, કોથમીર ભેગું કરી ચટણી કરો. તેમાં દહીં નાખી રસાધાર ચટણી બનાવો. હવે ઉપર બનાવેલ ઉપમા સાથે પીરસો.

Wednesday, July 23, 2008

ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)

સામગ્રી :

500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.

રીત :
રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.

ખમણની ચટણી બનાવવા માટે, 200ગ્રામ ખમણનો ભૂકો, ખાંડ, રાઈ, કોથમીર, તેલ, 100 ગ્રામ અડદ-દાળ, લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો. સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.