ગમ્યું તે લખ્યું

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

----------------------------------------------------------------------------------------

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

--આસિમ રાંદેરી

----------------------------------------------------------------------------------------

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

- બરકત વિરાણી ‘બેફામ’

----------------------------------------------------------------------------------------

“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે .”

----------------------------------------------------------------------------------------
આ ખુરશી છે કાંઈ તમારો જનાજો તો નથી,
કંઈ કરી નથી શકતા તો ઉતરી જતા કેમ નથી.

----------------------------------------------------------------------------------------

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું?
તેને બીજું કોઈ પસંદ કરી જાય તો શું કરવું?
આમ તો બધી રમતમાં માહિર છું,
પણ કોઈ જિંદગી સાથે જ રમી જાય તો શું કરવું?

----------------------------------------------------------------------------------------

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

- કૈલાસ પંડિત

----------------------------------------------------------------------------------------

ડર નહી લાગે મરવાનો પણ જીવવાની રીત તો શીખવી દો
ખીલી ઉઠીશુ કંટકોમા પણ ફુલોની જેમ ખીલતા તો શીખવી દો
પ્રેમ તો કરી લઈશું જરૂર પણ પરવાનાઓની જેમ જલતા તો શીખવી દો
ઉતરી તો જઈએ દરીયામા પણ મોતી કાઢવાની રીત તો શીખવી દો

નીશીત જોશી

No comments:

Post a Comment