આજે સુરતીઑ રાતે નાચસે ગાશે અને સાથે ઝુમ્શે. અને hotel જમવાના તો દીવાના તો ખરા જ ને. આજે આખી નીશા સુરતી રૉડ રોમીયૉ બની ને ૩૧ ની મોજ લુટશે.
વાર અને તહેવાર કંઈ પણ હોય સુરતીઓ તેને પોતાની ‘અસ્સલ’ સ્ટાઈલમાં ઊજવવા માટે જાણીતાં છે. ઊજવણી અને ઉત્સવપ્રિય સુરતીઓ માટે થર્ટી ફસ્ર્ટનું અદકેરું મહત્ત્વ છે. અને તેથી જ એની ઊજવણીમાં પણ વર્ષોવર્ષ વૈવિઘ્ય ઊમેરવા જાન લગાવી દેતાં હોય છે. સુરતીઓએ પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અને મલ્ટીપ્લેકસમાં ડીજેના તાલે ડાન્સ કરવાની તૈયારી કરી જ લીધી છે. કેટલાક લોકો શહેરમાં રહીને જ શહેરની ભીડથી દૂર રહેવા આજકાલ લોકો ફાર્મ હાઉસ, ટેરેસ, પેન્ટ હાઉસ કે ઈન હાઉસ પાર્ટી કરે છે.
વિવાદોમાં ધેરાયેલી રાખી સાવંત પણ સુરત આવશે. કન્ટ્રી કલબ દ્વારા આયોજિત માન સરોવરની પાર્ટીમાં રાખી સાવંત ધૂમ મચાવશે.આ સિવાય શહેરમાં ઘણી જગ્યાએ પાર્ટીઓની તૈયારી થઇ ગઇ છે. ગેટવે માં યુરોપથી ડાન્સ ટ્રુપ અને મુંબઇથી ડીજે રાહુલ આવશે. ગેટવે, વેલેન્ટાઇન, રાજ એમ્પાયર, સિટી પ્લસ, રોયલ પાર્ક, વગેરેમાં મોટી પાર્ટીનાં આયોજનો શહેરમાં થયાં છે.
No comments:
Post a Comment