Showing posts with label આપણી સૃંસ્કતિ. Show all posts
Showing posts with label આપણી સૃંસ્કતિ. Show all posts

Saturday, March 7, 2009

દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

Women-Weekગુજરાતી લેખકોએ પુસ્તકો લખીને દીકરીઓ પર વહાલ વરસાવ્યું છે,પણ વાચકોમાં જાગૃતિ કેમ નથી આવતી? પૂછે છે દિવ્યેશ વ્યાસ

દીકરી કોને વહાલી ન હોય? દીકરીને સાસરે વળાવતાં કયા માતા-પિતાની આંખ કોરી રહે છે? તો પછી વહાલનો દરિયો, ઘરનો દીવો, સ્નેહની સરવાણી, પ્રેમની પુષ્પાંજલિ ગણાવાતી દીકરીનો જન્મવાનો અધિકાર કેમ છીનવાઈ જાય છે? દીકરીને જન્મવા જ નહીં દેવાની માનસિકતા, ઠંડી ક્રૂરતા આવી કયાંથી? પોતાનો લાડનો ખજાનો માતા-પિતા સામેથી કેમ લૂંટાવી દેવા લાગ્યાં છે? આ એવા સવાલો છે, જેના જવાબ આજે ખુદ સમાજ પણ સ્વસ્થતાથી આપી શકે એમ નથી.

આપણે ત્યાં દીકરીને લગતાં જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, તે ખૂબ વેચાયાં છે. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે દીકરીનાં પુસ્તકોએ બેસ્ટ સેલર તરીકે રેકોર્ડ સ્થાપ્યા છે, પરંતુ એ જ ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. ગુજરાતમાં દીકરીને લગતાં પુસ્તકોમાં સૌથી પહેલું જીભે ચડતું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે.

સમભાવ મીડિયા લિમિટેડનું આ પુસ્તક હાલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ગુજરાતનાં કવિઓ, સાહિત્યકારો અને અન્ય મહાનુભાવો એમ કુલ મળીને ૩૬ લેખકોએ આ પુસ્તકમાં પોતાની વહાલસોયી દીકરીઓ પર લાગણીસભર લેખો લખેલા છે. સપ્ટેમ્બર ૧૯૯૮માં પ્રથમ વાર પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં અધધ કહેવાય એટલી બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.

નવભારત સાહિત્ય મંદિરના વડા મહેન્દ્રભાઈ શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. આ પુસ્તકને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ તેમના દ્વારા આવું જ બીજું પુસ્તક ‘દીકરી એટલે દીકરી’ પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની ૬૦૦૦થી વધુ નકલો વેચાઈ છે અને ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

ગયા વર્ષે માર્ચમાં પાર્શ્વ પબ્લિકેશનનું‘દીકરી અમારી કુળદીવડી’ પ્રકાશિત થયું હતું. સામાજિક સંશોધક શૈલજા ધ્રુવ અને ડો. ચંદ્રિકા રાવલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકમાં એક જ સંતાન અને તે પણ બાળકી હોય તેવાં, ૧૫૭ માતા-પિતાની વાત રજૂ કરવામાં આવી છે.

માતા-પિતા દીકરીને સન્માનની દ્રષ્ટિએ જોતાં થાય, દીકરી પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય એવા દ્રષ્ટિકોણ સાથે તૈયાર થયેલા આ પુસ્તકને પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે અને તેનું વેચાણ એટલું ઝડપથી થયું છે કે તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

ચોપડી નહીં, પણ ચોપડાપ્રેમી તરીકેની છાપ ધરાવતા ગુજરાતી લોકોમાં દીકરી પરનાં પુસ્તકો ખાસ્સા એવા પોંખાયા છે, વેચાયાં છે.

ગુજરાતમાં પ્રવર્તી રહેલા આ વિરોધાભાસને મહિલા વિકાસ ક્ષેત્રે કાર્યરત અને ‘અવાજ’ સંસ્થાનાં વડાં ઇલાબહેનનું કહેવું છે, ‘ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકો આવાં પુસ્તકો ખરીદી-વાંચી શકે છે. બીજો આપણા સમાજનો મોટો વર્ગ નિમ્ન મઘ્યમ વર્ગ અને ગરીબ લોકોનો છે, જેઓ ભાગ્યે જ આવાં કોઈ પુસ્તકો ખરીદી શકે છે કે વાંચે છે.

તેમના સુધી આ પુસ્તકની વાત પહોંચતી જ નથી, તેઓ પોતાની જડ માનસિકતામાં રાચે છે અને દીકરી ઇરછતા નથી. જો કે વધુ દુ:ખની વાત એ છે કે આવાં પુસ્તકો વાંચનારા અને તેના ભારોભાર વખાણ કરનારા પણ અંદરખાને તો દીકરી સાથે કોઈ ને કોઈ રીતે તો ભેદભાવ રાખતા જ જોવા મળે છે. આને માટે સમાજનો દંભ શબ્દ જ વાપરવો પડે.’

પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કંઈક જુદો જ દ્રષ્ટિકોણ ધરાવે છે. ઘનશ્યામભાઈનું માનવું છે, ‘સમાજમાં જ માનસિક વિરોધાભાસ પ્રવર્તે છે. આપણે ત્યાં એવાં કોઈ માતા-પિતા નથી હોતા, જેમને દીકરીને ગર્ભમાં જ મારી નાખવાનું ગમતું હોય. તેઓ પણ અંદરથી તો એવું જ માનતા હોય છે કે તેઓ ખોટું કરી રહ્યાં છે.books and girls

તેમને દીકરી વહાલી જ હોય છે અને એટલે જ આવાં પુસ્તકો વેચાય-વંચાય છે, પરંતુ આજના સંજોગો સામે તેઓ લાચારી અનુભવે છે. આપણું સામાજિક માળખું એવું છે કે દીકરીના પિતાએ દહેજની ચિંતા કરવી પડે છે. દીકરી ઘરની બહાર નીકળે કે તેની સલામતીની ચિંતા દયને કોરી ખાતી હોય છે. આમ, આવા સંજોગોમાં માબાપને દીકરીનું સતત ટેન્શન રહેતું હોય છે. આ ટેન્શનના નિવારણ માટે તેઓ કમને પણ સ્ત્રી ભ્રૂણહત્યાનું પાતક વહોરે છે.

લોકો મૂરખ નથી, બધું સમજે છે, પરંતુ વાસ્તવિકતાને અવગણી નથી શકાતી. હું આ વિરોધાભાસને સમાજના દંભનું નહીં, પણ પ્રવર્તમાન સંજોગો સામેની લાચારીનું પરિણામ માનું છું.એક તરફ દીકરી પરનાં પુસ્તકો વેચાય અને બીજી તરફ દીકરી જન્મ પહેલાં ગર્ભમાં જ વેતરાઈ જાય, એ વિરોધાભાસ દૂર કરવા માટે લાગે છે કે સમાજની માનસિકતા જ નહીં સમગ્ર માળખું બદલવાની તાતી જરૂર છે.

પોતાના તમામ દંભ અને ડર દૂર કરીને દીકરીને માટે સુરિક્ષત વાતાવરણ ઊભું કરવું પડશે.’ કવિ દાદના શબ્દો વાપરીને કહીએ તો લૂંટાતો ‘લાડનો ખજાનો’ બચાવવા સમાજે બાલમુકુન્દ દવેની પંકિત ઉછીની લઈને પણ એકસાથે અને એકશ્વાસે કહેવું પડશે ‘તું શાની સાપનો ભારો? તું તુલસીનો કયારો લાડકડી!’

Saturday, December 20, 2008

કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

સૌરાષ્ટ્રના બારોટો અમને કાડિયાવાડીઓને હુલાવવા-ફુલાવવા એક દુહો ગાતા ‘કાડિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન, તને સરગ દેખાડું શ્યામળા.’ હવે ૨૧મી સદીમાં ભૌતિક-સ્વર્ગ તો તમારી નજર હોય તો જ જોવા મળે પણ દરેકે દરેક સૌરાષ્ટ્રવાસીનાં દિલમાં તો સરગ છે જ, (સ્વર્ગ). રાજકોટથી બે કલાકને રસ્તે ડુંગરા વચ્ચે પ્રાંસલા ગામ છે. ત્યાં ૧૮ ડિસેમ્બર ૨૦૦૮માં સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના ૧૩૦૦૦ વિધાર્થી-વિધાર્થિની એક આત્મબળ કેળવવાની સ્વામી ધર્મબંધુની શિબિરમાં ભેગા થયા હતા. તેમાં કા"લેજ અને સ્કૂલની ૬૫૦૦ વિધાર્થિઓ હતી.

તેમાં બિંદુ વિઠ્ઠલપરા નામની બળૂકી કા"લેજિયન અને કડવા પટેલની દીકરીને મળ્યો. મોરબીની આ કન્યા એમ. કોમ.નું ભણતી હતી. એમ. કોમ. કરીને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ. એ.વિથ સાયકોલોજીનું આગળ ભણવું હતું. ખેડૂત પિતા ભણવા દેશે જ. પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુએ આખા ભારતના અડધો ડઝન સાયન્ટિસ્ટોને બોલાવેલા. તાતા ઇન્સ્ટિ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ભાભા એટમિક રિસર્ચના વિજ્ઞાનીઓ આવીને કોસ્મોલોજીથી માંડીને અણુ રિએકટર વિશે બાળક-બાલિકાઓને સમજાવતા હતા.

નવી દિલ્હીથી બોર્ડ સકિયુરિટી ફોર્સના પોલીસ આ"ફિસર પ્રેમસિંહ ચૌહાણ આવેલા. તે પ્રાંસલાના કેમ્પની યુવતીઓને રાઇફલ શૂટિંગ અને સ્વરક્ષા શીખવવા આવેલા. આ બધી ૮ દિવસના કેમ્પની તાલીમને અંતે બિંદુ નરભેરામ વિઠ્ઠલપરા નામની યુવતીનો ઇન્ટરવ્યૂ લઈ છેવટે પૂછ્યું ‘તારે શું થવું છે?’ તો કહે ‘મારે ડેપ્યુટી કમિશનર આ"ફ પોલીસ થવું છે!’ કાડિયાવાડમાં જયાં કણબી પટેલની દીકરીઓના પારણામાં હોય ત્યાં સગપણ થઈ જતાં અને ત્રીજું ધોરણ ભણાવીને ઉઠાડી મૂકતા ત્યાં એમ. એ. ભણીને સંતોષ નથી. તેથી એમ. કોમ. ભણીને પોલીસ આ"ફિસર થવાના સપનાઓ જોતી અનેક કન્યાઓ તમને સૌરાષ્ટ્રમાં દેખાશે.

સોરઠની હરિયાળી કે આંબાવાડી કે લહલહતી ખેતી કે ત્યાંના ભગરી ભેંશના દૂધ કે ગિરની ગાયોની ડોકનાં ઘંટડીના રણકાર સાંભળવા અમે દેશી ગીતમાં ભગવાનને ભૂલો પડીને કાડિયાવાડ આવવા કહેતા પણ આજે ૨૧મી સદીમાં મારે ભગવાનને કહેવું પડશે કે તું સૌરાષ્ટ્રની દીકરીયુંનું ખમીર જોવા તો એક દી સૌરાષ્ટ્ર આવજે જ. બીજી એક પટેલની દીકરીનું નામ દીપિકા અંબારામ છે. રાજકોટમાં તે સંસ્કૃત સાથે એમ. એ. થઈ છે. અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં તેને આગળ ભણીને પ્રોફેસર થવું છે.

તે કહે છે ‘અમારી બહેન દીકરીઓ ભણીગણીને સંસારમાં જઈને પણ અઘ્યાત્મને આત્મસાત્ કરે, તેમ જ ખાસ કરીને આરોગ્ય સુધારે. એટલું જ નહીં, આ લોક સાથે પરલોક પણ સુધારે તેવું મારે પ્રોફેસર બની વિધાર્થીઓને કહેવું છે.’ નવાઈ માટે !!! આવા ચિહ્નો મુકાય છે. મારા જેવા અનુભવીને પણ એક ખેતી કરતા પટેલની પૌત્રી સંસ્કૃતની પ્રોફેસર થઈ તેના વિધાર્થીઓનાં પરલોકને સુધારવાની મહેરછા રાખે છે તેવો નક્કર આત્મવિશ્વાસવાળો રણકાર સાંભળી તમે ૧૦૦૦ આશ્ચર્યચિહ્ન મૂકી શકો. હવે તે થોડા વખતમાં પીએચ.ડી. થઈને ડો. દીપિકા બનવા માગે છે. તેને પૈસાની ખેવના નથી. તે ઋગ્વેદ અને વિષ્ણુપુરાણનો અભ્યાસ કરી ચૂકી છે. ઘરે લાઇબ્રેરી છે. અદ્ભુત અદ્ભુત!

અમદાવાદ-મુંબઈમાં કરોડપતિઓને ઘરે મેં લાઇબ્રેરી જોઈ નથી. દીકરીઓના ધનિકોને ઘરે જુદા જુદા ડ્રેસના બબ્બે કબાટો જોયા છે પણ અહીં એક એક કન્યાને મળો તો લાગે કે ભારતનું કૌવત, ભારતનું ગૌરવ, ભારતનું ભાવિ બળ ગામડાંમાં અને નાનાં શહેરોમાં છુપાયેલું પડયું છે.

‘ધ ઇકોનોમિસ્ટ’માં કવર સ્ટોરી હતી કે ‘ચાયના એન્ડ ઇન્ડિયા-એ ટેઇલ ઓફ ટુ વુલનરેબલ-ઇકોનોમિઝ.’ આપણા આ લેખ માટે એ મથાળાનું હું અર્થઘટન કરું તો આ ૮૦૦૦ માઈલ છેટે બેઠેલું આર્થિક સાપ્તાહિક જેમાં અર્ધદગ્ધ ભાડૂતી ભારતીય અર્થશાસ્ત્રીઓ દૂર દૂર મુંબઈ કે કોલકાતા કે દિલ્હી બેસીને ભારતનાં અર્થતંત્ર ઉપર ધડામ દઈને તેમનું ઉપરછલ્લું જજમેન્ટ આપી દે છે. કહે છે કે ભારતનું અર્થતંત્ર વુલનરેબલ છે.

ભારતનું અર્થતંત્ર છીછરું છે. વીંધાઈ જઈને તૂટી પડે તેવું છે. આ વાંચીને મારું અર્થશાસ્ત્રનું જે થોડું ઘણું જ્ઞાન છે તે જોતાં મારું કાળજું બળી ગયું. ‘વુલનરેબલ’ એટલે શું કહેવા માગે છે? અને ભારતમાં અર્થતંત્રનો આ ટેબલ પંડિતો શું અર્થ કાઢે છે?

(૧) શું ભારતમાં શોપિંગ મા"લ ઠેર ઠેર હોય અને આખું ભારત ઠંડાપીણા પીતું હોય અને અમેરિકાના જંકફૂડ કે મેકડોનાલ્ડઝના નાસ્તા કરતું હોય તો ભારતનું અર્થતંત્ર મજબૂત ગણાય?

(૨) શું અમેરિકાના ભૂંડા જિનેટિકલી મોડિફાઇડ બિયારણો મોંઘા ભાવે ખરીદી શકે તો ભારતનું અર્થતંત્ર તગડું અને અભેધ ગણાય?

(૩) શું મિલ્ટનેશનલ કંપનીઓ ભારતના ઉપભોગકર્તાને ચૂસવાનો પૂરો પરવાનો મેળવીને ભારતમાં તેનો માલ છૂટથી ઘુસાડે અને મબલક નફો કરે તેને ભારતનું અર્થતંત્ર તગડું મનાય?

(૪) શું શેરબજારમાં કાળાંધોળાં નાણાં લાવીને સટ્ટો કરીને શેરબજારના સેન્સેકસને સતત ઊચો કરે તો ભારતનું અર્થતંત્ર અભેધ (ઇનવુલનરેબલ) ગણાય?

તમે જરાક ભારતનાં ઓરિસ્સાથી હરિયાણા અને સૌરાષ્ટ્રથી વિશાખાપટ્ટનમ સુધીના ગામડાં જોઈ આવો. અમારા ગામડાઓમાં શિક્ષણનો જબરજસ્ત વિસ્ફોટ જાગ્યો છે. કોલેજોમાં-સ્કૂલોમાં આદિવાસી, અસ્પૃશ્યો અને ખેડૂતોની કન્યાઓ ઊચું ભણતર ભણવા માંડી છે. ભારતનું કૌવત આ માનવબળમાં છે-બુદ્ધિબળમાં છે. શેરબજાર વુલનરેબલ છે. અંબાણીઓની કંપનીઓ કે તાજમહાલ હોટેલ વુલનરેબલ છે પણ અમારા કાડિયાવાડનો દાખલો લઈએ તો ‘ધ ઇકોનોમિસ્ટ’ની વ્યાખ્યા પ્રમાણે વુલનરેબલ નથી જ નથી. હા એક વાત સ્વીકારવી પડે.

આ જગતમાં કોણ વુલનરેબલ નથી? વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમેરિકા પણ વુલનરેબલ છે. તેના ન્યૂ યોર્ક ટ્રેડ સેન્ટરને ઘ્વસ્ત કરી શકાય છે. તેની ૧૩-૧૪ વર્ષની છોકરીઓને સેકસમાં પાડી શકાય છે. ગાંજો કે ચરસ પીતી થાય છે. અરે ધ ઇકોનોમિસ્ટના તંત્રીઓની દીકરીઓનું તે તંત્રી ઘ્યાન ન રાખે તો તેને પણ ભગાડી શકાય કે તેને ગંજેરી બનાવી શકાય તેવી તે વિદ્વાન તંત્રીઓની દીકરીઓ વુલનરેબલ છે પણ અમારું સ્ત્રીધન, ખાસ કરીને ગામડાનું સ્ત્રીધન તમારા પિશ્ચમના દેશ જેટલું વુલનરેબલ નથી જ નથી. અહીં ફ્રાંસલામાં રોજ ૧૩૦૦૦ યુવા લોહીને સ્વામી ધર્મબંધુનું રસોડું કોઈ વખત શુદ્ધ ઘીનો અડદિયાપાક અને રગડા જેવા ગાયનાં દૂધ પિવડાવતા હતા.

કાડિયાવાડની ઘોડીઓ કે ઘોડા લાવીને આંધ્ર, ઓરિસ્સા બંગાળ અને કેરળ-તામિલનાડુની છોકરીઓને ઘોડેસવારી શીખવાતી હતી. માસ્ટર આર્ટ અને જૂડો-કરાટે શીખવીને ત્રાસવાદીને કેમ ઝબ્બે કરવા તે પ્રાંસલા ગામના આશ્રમમાં શીખવાતું હતું. પંજાબી છોકરીઓ સાથે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની છોકરીઓ રાઇફલ શૂટિંગ શીખતી હતી. બધાં જ બાળકો ૪ વાગ્યે ઊઠી જતા હતા. આણંદથી આટ્ર્સ કોલેજમાં ૫૧૭ જેટલા વિધાર્થી-વિધાર્થિની આવેલાં. શેરબજારના સેન્સેકસ કે ‘ઇકોનોમિસ્ટ’ જે ગ્રોસ ડુમેસ્ટિક પ્રોડકટ ઉર્ફે જીડીપીની મોકાણ માંડે છે પણ અમે એ પ્રોડકટને ગણતા નથી. અમારી ગ્રોસ નહીં પણ નક્કર પેદાશ આ યુવાબળ છે.

સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે આ શિબિર ચાર વર્ષથી યોજાય છે. અહીં ધર્મધુરંધરો, વિજ્ઞાનીઓ, મહાત્માઓ આવેલા. મહાભારત ટીવી સિરિયલના ભીષ્મપિતામહ મુકેશ ખન્ના આવેલો. તાતા ઇન્સ્ટિ.ઓફ ફંડામેન્ટલ રિસર્ચના અવકાશ વિજ્ઞાનીઓ સાથે કો. સૌરાષ્ટ્રની છોકરીઓ તેમને અવકાશ વિજ્ઞાનના પ્રશ્નો પૂછતી. ‘નાસા’માં મિસાઇલ ગાઇડેડ શસ્ત્રોના નિષ્ણાત ગણાતા ડો. આર. કે. ત્યાગી ન્યૂ યા"ર્કથી આવેલા. ન્યૂ યોર્ક યુનિ.ના ફિલોસોફર અશોક મલ્હોત્રા આવેલા. આ મલ્હોત્રા સાહેબ બાળકોને સાદાઈ અને પ્રામાણિકતાનો ઉપદેશ આપતા હતા અને ‘યસ વી કેન’નું સૂત્ર બોલાવતા હતા.

જામનગરના ભરવાડનો દીકરો અહીં આવેલો. તેના પિતા બાળપણ મૃત્યુ પામતા દાદાએ ઉછેર્યોહતો. તેને તેના દાદાએ દૂધમાં પાણી ભેળવવાનું કહ્યું. કાના ભરવાડ નામના યુવાને શિબિરમાં આવ્યા પછી કહ્યું. ‘હું ભૂખે મરીશ પણ દૂધમાં પાણી નહીં ભેળવું.’ તે કુટુંબથી અલગ થઈ મજૂરી કરીને ભણ્યો. બીજો એક શિબિરાર્થી ગ્રેજયુએટ થયો. ગુજરાતમાં શિક્ષક થવા રૂ. ૫ લાખની લાંચ આપવી પડે છે. તે શિબિરાર્થી ગ્રેજયુએટે શિક્ષક થવા લાંચ ન આપી. આજે તે રાજકોટ એરપોર્ટમાં સામાન ચેક કરનારા શ્રમિક બનીને તેના ગ્રેજયુએટની ડિગ્રી અને કાડિયાવાડના ગૌરવને દીપાવે છે. તો ‘ઇકોનોમિસ્ટ’ સાહેબો, અમારું આ ગૌરવ અને ખુમારી ઇનવુલનરેબલ છે. તમારા શહેરી અર્થતંત્રો કે પિશ્ચમની સમૃદ્ધિનાં ધોરણો જાય જહાન્નમમાં.

Friday, December 5, 2008

પિયરનાં ‘સંસ્કાર’, સાસરે થાય ‘સાકાર’!

લાડકોડથી ઉછેરેલી કન્યાઓ જયારે લગ્ન પછી સાસરે જાય ત્યારે દરેક મા-બાપ શિખામણ આપે કે ‘બેટા, ગમે તેવા સંજોગોમાં પણ તું તારા સંસ્કાર ભૂલતી નહીં’. આજનાં જમાનામાં કન્યાઓને સારા સંસ્કાર સાથે સારું ભણતર અને જ્ઞાન પણ આપવામાં આવે છે પરંતુ પહેલાં તો સાસરે જતાં જ તે ભણતર, આવડત વગેરે કયાંય મૂકાઈ જતા અને ઘરનાં કે સામાજિક વ્યવહારમાં ‘ઘરની વહુ’ તરીકે તેને પોતાની બધી જ આવડત કે ભણતરનું બલિદાન આપી દેવું પડતું. આજે કન્યાઓનું ભાવિ ઘણું ઉજજવળ દેખાઈ રહ્યું છે. પિયરમાંથી મળેલા સંસ્કારને એક આકાર આપીને તે પોતાનું નામ અને તેના પતિ તથા પિતાના ઘરનું નામ પણ સમાજમાં રોશન કરી શકવાની પરિસ્થિતિ ધરાવવા લાગી છે. આજે આપણો સમાજ ઘરની વહુ-દીકરીઓને પોતાની આવડત સાબિત કરવાનો મોકો આપીને એક ક્રાંતિ આણી રહ્યો છે.

૩૪ વષીર્ય સજની મહેતા તેના ઈન્સ્ટિટયૂટની એક તેજસ્વી વિધાર્થિની હતી. ફેશન ડિઝાઈનિંગ સ્કૂલમાં ક્રિએટિવિટી માટે ખૂબ આગળ હતી. તેનાં કેટલાંય કલેકશન પ્રાઈઝવિનિંગ બન્યા હતા પરંતુ પિતાજીને ત્યાં સંજોગોવશાત્ તે એ કામ પ્રોફેશનલી ન કરી શકી. એવામાં તેના લગ્ન એક આર્કિટેકટ યુવાન અર્ચિત સાથે ગોઠવાયા ને તેણે પોતાના ડિઝાઈનિંગના કામને ખૂબ મન હોવાં છતાં ભૂલવા પ્રયત્ન કરી તે એક ઘરરખ્ખુ ગહિણી બનવા કોશિશ કરવા લાગી. દરમિયાન તેમની પ્રથમ લગ્નતિથિ પર તેના પતિએ તેને એક ‘ફેશન સ્ટુડિયા’ ગિફટ કર્યો. સજનીની ખુશીનો પાર ન રહ્યો. તેના સાસરિયાનાં સહયોગથી તેણે આ ફેશનની દુનિયામાં પગ મૂકયો ને આજે તેના કલેકશન ‘ન્યૂયોર્ક ફેશન વીક’માં સ્થાન પામીને દુનિયામાં નામ રોશન કરી રહ્યા છે. ભરતકામમાં નાનપણથી જ ખૂબ હોંશિયાર પાયલમાં તેની માનીજ આવડત ભરપૂર પ્રમાણમાં આવી હતી. મા ના ઓથારે તે જાતજાતનાં ટાંકા, ભરતકામની ટેકિનકસ વગેરે શીખતી. તેના લગ્ન બાદ તેના મનમાં હંમેશાં કંઈક ખૂટયા કરતું. તેના પતિ જિગેશની અને તેના સાસુમા રંજનાબહેનની ખૂબ ઈરછા હતી કે પાયલ ભરતકામમાં ખૂબ આગળ આવે. વખત જતાં તેના પતિએ તેમની નવી ઓફિસમાં જ તેને માટે એક ભાગ ‘ભરતકામ વર્કશોપ’ તરીકે તૈયાર કરાવ્યો. સાસુમા ઓર્ડર લાવવા લાગ્યા ને પાયલ તેની નિપુણતા અજમાવવા લાગી.

આજે ગુજરાતભરની એમ્બ્રોઈડરી તેનાં વર્કશોપમાં થાય છે ને ઝીણા નકશીકામવાળા ભરતકામ માટે તેને હેન્ડીક્રાફટસ માટેનાં કેટલાંય એવોર્ડસ પણ પ્રાપ્ત થાય છે. માતાપિતાની આવડત, હોંશિયારી, વ્યવહાર-કુશળતા જાણે-અજાણે તેનામાં આવતી હોય છે. તેનાં આદર્શ હંમેશાં તેના માતા-પિતા જ હોય છે. આવા સુંદર સંસ્કારને જયારે સાસરિયાં જીવનમાં સાબિત કરવાનો મોકો આપે છે, ત્યારે જીવતર સ્વર્ગસમું બની રહે છે. ત્યારે માતાપિતા ચંદ્ર સમા બનીને દૂર બેઠાંબેઠાં પોતાની શીતળતા પાથરતા મરકમરક મલકી ઉઠે છે ને દીકરીઓ સાસરીરૂપી સૂર્યના પ્રકાશના ઝળહળી ઉઠે છે.!

‘‘મૈં તો ભૂલ ચલી બાબુલકા દેશ, પિયાકા ઘર પ્યારા લગે’’....

Tekan from Divya Bhaskar

સૂર્યને પૂજતી સન્નારી એટલે આપણી સૃંસ્કતિ

દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ!

આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે

Godસૂર્યને અઘ્ર્ય આપતી ભારતીય નારી એટલે આપણી સંસ્કારભરેલી સંસ્કતિ! સૂર્યપૂજા કરતી સ્ત્રીઓ હજી આજે પણ ઘણાં ઘરોમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિ એટલે આપણાં પુરાણો અને પ્રાચીન શાસ્ત્રોનો અર્ક. પૂર્વ દિશામાં ઊગતા સૂર્યને તાંબાના કળશ વડે જળ ચઢાવવાથી બુદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે, તેમ આપણાં શાસ્ત્રોમાં કહેલું છે. સૂર્યનાં બાર નામોનું ઉચ્ચારણ, સૂર્યનમસ્કાર, સનથેરપી, કુમળો તડકો શરીર પર લેવાના ફાયદાઓ એમ ઘણી બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહે છે. સતત છેલ્લાં કેટલાંય વર્ષોથી માત્ર સૂર્યનાં કિરણો પર જીવતા રતન માણેકનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.

બ્રાહ્મણો ગાયત્રીમંત્રમાં ઉચ્ચારણ દ્વારા સૂર્યને જળ ચઢાવે છે તો ઘણા લોકો સૂર્યદેવના મંત્રો કે શ્લોકો દ્વારા જળ ચઢાવીને સૂર્યઉપાસના પૂણ કરે છે. ગર્ભવતી સ્ત્રી કે પ્રસૂતા અને તેના નવજાત બાળક માટે ડોકર્ટસ સૂર્યોદય પછી અડધા કલાક સુધીનો તડકો ફાયદાકારક ગણાવે છે, જેનાથી રોગપ્રતિકારશકિતમાં વધારો થાય છે અને સારા પ્રમાણમાં વિટામિન ડી શરીરને પ્રાપ્ત થાય છે.

દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ! આપણા પૂર્વજો ખરેખર આપણને ઘણું જ જ્ઞાનધન વારસામાં આપી ગયા છે. યુગયુગાંતર વહી ગયા પરંતુ સૂર્યનારાયણ આજે પણ તે જ રીતે તેજોમય છે. સૂર્ય અનંત છે, તેનો મહિમા અપરંપાર છે.

શિયાળો આવતાં જ સૂર્યનો ઉનાળામાં આકરો લાગતો તાપ સૌને વહાલો લાગવા માંડે. છેલ્લાં ૪૫ વર્ષથી નિયમિતપણે સૂર્યનારાયણને જળ ચઢાવતાં નિરૂપમાબહેન પોતાના નીરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સૂર્યને યશ આપે છે. તેઓ સૂર્યનારાયણને જળ ચઢાવી, પ્રદક્ષિણા (સૂર્ય સામે) ફરી રોજ સૂર્યને અઘ્ર્ય આપે છે ને ફૂલ ચઢાવે છે. ત્યારબાદ તડકામાં ચટાઇ પાથરી રોજિંદી સેવા-પૂજા અને ઘ્યાન સૂર્ય સામે બેસીને જ કરે છે. તેઓના જણાવ્યા પ્રમાણે તેમની સુંદર ત્વચા પણ સૂર્યના કુમળા તડકાને આભારી છે.

કોલેજમાં અભ્યાસ કરતાં તનવી, માલા, રૂચિના જણાવ્યા અનુસાર તેઓ રોજ સૂર્યના કુમળા તડકામાં આસન પાથરીને લગભગ ૩થી ૫ સૂર્યનમસ્કાર કરે છે. સૂર્યનમસ્કારના નિયમાનુસાર ઓછામાં ઓછા ૩ અને વધુમાં વધુ ૧૨ સૂર્યનમસ્કાર થઈ શકે. સૂર્યનમસ્કારમાં બધી જ જાતની કસરત શરીરને મળી રહે છે, જેનાથી તન અને મન બંનેને લાભ થાય છે. સૂર્યનમસ્કારથી મનને અજબ તાજગીનો અહેસાસ થાય છે. તેઓ સૂર્યનમસ્કાર બાદ સૂર્યનારાયણની વંદના કરીને જ પોતાનો દિવસ શરૂ કરે છે.

આજે ઘણા લોકો સોલરકૂકર, સોલર પેન, સોલરહીટર વગેરેના ઉપયોગ દ્વારા સૂર્યની ઊર્જાનો મહત્તમ ફાયદો મેળવે છે. રસ્તે જતા-આવતા ઘણા લોકો વહેલી સવારે સૂર્યનાં કિરણો લેવાં તડકામાં ખુલ્લી જગ્યાઓ શોધીને ઊભા રહેલા ઘણી વાર નજરે ચઢે છે. વિદેશોમાં પણ સૂર્યના તડકાનો મહિમા છવાયેલો છે.

અમુક દેશોમાં સૂર્યનો તાપ મળતો ન હોવાને કારણે ત્યાંના લોકો સનબાથ લેવા સૂર્યનો તાપ વધુ મળે તેવા દેશોમાં જવાનું પસંદ કરતાં હોય છે. સૂર્ય તેનાં અનંત કિરણો વડે પૃથ્વીલોકને સ્વસ્થ અને જીવંત રાખે છે. આજે આપણી ગૃહિણીઓ દેવાધિદેવ સૂર્યનારાયણનું અપાર મહત્ત્વ સમજીને સંસ્કતિને આવા હાઇટેક યુગમાં પણ જીવંત રાખી રહી છે તે માટે તેવી ભારતીય નારીઓને કોટિ કોટિ ધન્યવાદ!

Tekan from Divya Bhasker

Wednesday, September 3, 2008

रामायण पीडीएफ़ फार्मेट में डाउनलोड करें



कई साथियों की मांग थी कि सम्पूर्ण रामायण पीडीएफ़ फार्मेट में डाउनलोड के लिए उपलब्ध कराई जाए। तो साथियों, इन्टरनैट पर सम्पूर्ण रामायण डाउनलोड के लिए उपलब्ध है। इन्हे पढने के लिए आपको पीडीएफ़ रीडर जैसे फाक्स-इट रीडर अथवा एडोब पीडीएफ़ रीडर आवश्यकता होगी।

डाउनलोड हेतु उपलब्ध फाइलें

१.बालकाण्ड
२.अयोध्या काण्ड
३.अरण्य काण्ड
४.किष्किन्धा काण्ड
५.सुन्दर काण्ड
६.लंका काण्ड
७.उत्तर कांड
(सभी फाइलों के लिए साभार : स्वर्गमोहन डाट ओआरजी )

डाउनलोड का तरीका:

  • प्रत्येक खंड के ऊपर राइट क्लिक करें |Right click on Each Section above

  • मेनू आप्शन मे से Save Target as सिलेक्ट करें | Select Save Target asoption from the menu

  • संचित करने के स्थान के बारे मे बताएं | Save the file at Desired location on your PC

  • संचित किए गए स्थान पर पीडीएफ़ फाइल को डबल क्लिक करें | Open the stored PDF file


अब श्रीराम का स्मरण करते हुए, खंड का पाठ आरम्भ करें



यह सभी फाइलें इबुक के रुप मे उपलब्ध है, आप इन्हे अपने आईपॉड, हैंडहेल्ड,लैपटाप, इबुक रीडर अथवा पीसी पर डाउनलोड कर सकते है। हम स्वर्गमोहन डाट ओआरजी के आभारी है जिन्होने ये फाइलें डाउनलोड के लिए उपलब्ध करायीं। इस साइट पर आपको अध्यात्म सम्बंधित काफी अच्छी जानकरियां, विभिन्न भाषाओं मे उपलब्ध है।

 

Taken From : http://ramayan.wordpress.com