Monday, December 15, 2008
મોબાઈલ, લેપટોપમાં કલાકો સુધી ચાલે તેવી બેટરી શોધાઈ
સંશોધકોએ ત્રિપરિમાણિક અને વધુ છીદ્રો ધરાવતા સિલિકોનના વિશેષ પ્રકારના સ્તર બનાવ્યા
કલ્પના કરો કે તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ચાર્જ કર્યા બાદ કલાકો સુધી સતત ચાલતી જ રહે તો? આ કલ્પના હવે ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવી શકયતા છે, કારણ કે વૈજ્ઞાનિકોએ એક એવી બેટરી તૈયાર કરી છે જે એક વખત ચાર્જ કર્યા બાદ ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે છે.
કોરિયાની સંશોધક ટીમે બેટરીમાં ગ્રેફાઈટ એનોડ માટે નવું મટિરિયલ વિકસાવ્યું છે જેનાથી લિથિયમ બેટરીની કાર્યક્ષમતા અનેકગણી વધી જાય છે. કોરિયાની હેન્યાંગ યુનિવર્સિટીની સંશોધક ટીમે ત્રિપરિમાણિક અને ખૂબ જ વધારે છીદ્રો ધરાવતું સિલિકોનનું ખાસ માળખું તૈયાર કર્યું છે.
સંશોધકોએ જણાવ્યા અનુસાર લિથિયમ બેટરીમાં કેથોડ(ધન આયન) હોય છે જે લિથિયમ કોબાલ્ટ ઓકસાઈડ જેવા મેટલ ઓકસાઈડમાંથી બને છે જયારે એનોડ(ઋણ આયન) હોય છે જે ગ્રેફાઈટમાંથી બને છે. આ બેટરી ચાર્જ થતી હોય છે ત્યારે લિથિયમ આયન એનોડમાં જતા રહે છે અને ગ્રેફાઈટના સ્તર વચ્ચે સંગ્રહિત થાય છે. ત્યારબાદ બેટરીનું ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યારે આ આયન ફરી કેથોડમાં આવી જાય છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સિલિકોન એક વૈકિલ્પક તરીકે ગણી શકાય, પરંતુ તેમાં સમસ્યા એ છે કે જયારે આ બેટરીને ચાર્જમાં મૂકવામાં આવે ત્યારે ઘણા લિથિયમ આયન ખેંચે છે, પરંતુ ચાર્જિંગમાંથી દૂર કરીએ એટલે સંકોચાઈ જાય છે. આ ઉપરાંત થોડો સમય સિલિકોન બેટરી ઉપયોગ થયા બાદ તેના સ્તર ખરાબ થઈ જતા હોવાથી બદલવી પડે છે. નવી વિકસાવાયેલી બેટરીમાં આ બાબતનું ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment