Friday, December 5, 2008

પિયરનાં ‘સંસ્કાર’, સાસરે થાય ‘સાકાર’!

લાડકોડથી ઉછેરેલી કન્યાઓ જયારે લગ્ન પછી સાસરે જાય ત્યારે દરેક મા-બાપ શિખામણ આપે કે ‘બેટા, ગમે તેવા સંજોગોમાં પણ તું તારા સંસ્કાર ભૂલતી નહીં’. આજનાં જમાનામાં કન્યાઓને સારા સંસ્કાર સાથે સારું ભણતર અને જ્ઞાન પણ આપવામાં આવે છે પરંતુ પહેલાં તો સાસરે જતાં જ તે ભણતર, આવડત વગેરે કયાંય મૂકાઈ જતા અને ઘરનાં કે સામાજિક વ્યવહારમાં ‘ઘરની વહુ’ તરીકે તેને પોતાની બધી જ આવડત કે ભણતરનું બલિદાન આપી દેવું પડતું. આજે કન્યાઓનું ભાવિ ઘણું ઉજજવળ દેખાઈ રહ્યું છે. પિયરમાંથી મળેલા સંસ્કારને એક આકાર આપીને તે પોતાનું નામ અને તેના પતિ તથા પિતાના ઘરનું નામ પણ સમાજમાં રોશન કરી શકવાની પરિસ્થિતિ ધરાવવા લાગી છે. આજે આપણો સમાજ ઘરની વહુ-દીકરીઓને પોતાની આવડત સાબિત કરવાનો મોકો આપીને એક ક્રાંતિ આણી રહ્યો છે.

૩૪ વષીર્ય સજની મહેતા તેના ઈન્સ્ટિટયૂટની એક તેજસ્વી વિધાર્થિની હતી. ફેશન ડિઝાઈનિંગ સ્કૂલમાં ક્રિએટિવિટી માટે ખૂબ આગળ હતી. તેનાં કેટલાંય કલેકશન પ્રાઈઝવિનિંગ બન્યા હતા પરંતુ પિતાજીને ત્યાં સંજોગોવશાત્ તે એ કામ પ્રોફેશનલી ન કરી શકી. એવામાં તેના લગ્ન એક આર્કિટેકટ યુવાન અર્ચિત સાથે ગોઠવાયા ને તેણે પોતાના ડિઝાઈનિંગના કામને ખૂબ મન હોવાં છતાં ભૂલવા પ્રયત્ન કરી તે એક ઘરરખ્ખુ ગહિણી બનવા કોશિશ કરવા લાગી. દરમિયાન તેમની પ્રથમ લગ્નતિથિ પર તેના પતિએ તેને એક ‘ફેશન સ્ટુડિયા’ ગિફટ કર્યો. સજનીની ખુશીનો પાર ન રહ્યો. તેના સાસરિયાનાં સહયોગથી તેણે આ ફેશનની દુનિયામાં પગ મૂકયો ને આજે તેના કલેકશન ‘ન્યૂયોર્ક ફેશન વીક’માં સ્થાન પામીને દુનિયામાં નામ રોશન કરી રહ્યા છે. ભરતકામમાં નાનપણથી જ ખૂબ હોંશિયાર પાયલમાં તેની માનીજ આવડત ભરપૂર પ્રમાણમાં આવી હતી. મા ના ઓથારે તે જાતજાતનાં ટાંકા, ભરતકામની ટેકિનકસ વગેરે શીખતી. તેના લગ્ન બાદ તેના મનમાં હંમેશાં કંઈક ખૂટયા કરતું. તેના પતિ જિગેશની અને તેના સાસુમા રંજનાબહેનની ખૂબ ઈરછા હતી કે પાયલ ભરતકામમાં ખૂબ આગળ આવે. વખત જતાં તેના પતિએ તેમની નવી ઓફિસમાં જ તેને માટે એક ભાગ ‘ભરતકામ વર્કશોપ’ તરીકે તૈયાર કરાવ્યો. સાસુમા ઓર્ડર લાવવા લાગ્યા ને પાયલ તેની નિપુણતા અજમાવવા લાગી.

આજે ગુજરાતભરની એમ્બ્રોઈડરી તેનાં વર્કશોપમાં થાય છે ને ઝીણા નકશીકામવાળા ભરતકામ માટે તેને હેન્ડીક્રાફટસ માટેનાં કેટલાંય એવોર્ડસ પણ પ્રાપ્ત થાય છે. માતાપિતાની આવડત, હોંશિયારી, વ્યવહાર-કુશળતા જાણે-અજાણે તેનામાં આવતી હોય છે. તેનાં આદર્શ હંમેશાં તેના માતા-પિતા જ હોય છે. આવા સુંદર સંસ્કારને જયારે સાસરિયાં જીવનમાં સાબિત કરવાનો મોકો આપે છે, ત્યારે જીવતર સ્વર્ગસમું બની રહે છે. ત્યારે માતાપિતા ચંદ્ર સમા બનીને દૂર બેઠાંબેઠાં પોતાની શીતળતા પાથરતા મરકમરક મલકી ઉઠે છે ને દીકરીઓ સાસરીરૂપી સૂર્યના પ્રકાશના ઝળહળી ઉઠે છે.!

‘‘મૈં તો ભૂલ ચલી બાબુલકા દેશ, પિયાકા ઘર પ્યારા લગે’’....

Tekan from Divya Bhaskar

No comments:

Post a Comment