અમેરિકાના રાષ્ટ્રપતિપદ પર બિરાજેલ બરાક ઓબામાનું બ્લેકબેરી ફેવરેટ છે. બ્લેકબેરી છે શું અને તેની ખાસયિત કઈ કઈ છે, એની જાણકારી આપી રહ્યું છે ટેક્નોટોક.
બ્લેકબેરી શું?
આ એક પ્રકારની વાયરલેસ હેન્ડલ્ડ ડિવાઇસ છે. ઓરિજનલ બ્લેકબેરી ડિવાઈસનું મોનોક્રોમ ડિસ્પ્લે છે. સૌથી પહેલા બ્લેકબેરી ૧૯૯૯માં એક ટૂ-વે પેજરના રૂપમાં ઇન્ટ્રોડયુસ થયું હતું. આજે તેને સ્માર્ટ ફોન બ્લેકબેરી કહેવામાં આવે છે, જેની મદદથી તમે ઇ-મેલ, મોબાઈલ ટેલિફોન, ટેકસટ મૈસેજીંગ, ઇન્ટરનેટ ફૈકિસંગ, વેબ બ્રાઉસિંગ જેવી વાયરલેસ ઇન્ફોરમેશન સર્વિસસિનો લાભ લઈ શકો છો.
આ કન્વરજેન્ટ ડિવાઇસનું એક રૂપ છે. એને કેનેડાની રિસર્ચ એન્ડ મોશન (આરઆઇએમ) કંપનીએ તૈયાર કર્યું છે, જેના દ્વારા મોબાઇલ ફોન સેવા કંપનીઓ વાયરલેસ ડેટા નેટવર્ક દ્વારા સૂચનાઓની આપ-લે કરે છે. આરઆઇએમ હાલમાં નોન બ્લેકબેરી ડિવાઇસ ઉપર પણ બ્લેકબેરી ઇ-મેઇલ સર્વિસની સગવડ કરાવી રહી છે.
ફીચર્સ
બ્લેકબેરીમાં પીડીએ એપ્લિકેશંસ (જેમાં એડ્રેસ બુક, કેલેન્ડર, ટુ-ડૂ લિસ્ટ વગેરે છે)ની સાથે નવા મોડલ્સમાં ટેલિફોનની સગવડ પણ છે. બ્લેકબેરીની સૌથી મોટી ખાસયિત એ છે કે તમે કયાંય પણ કયારેય પણ તેના વાયરલેસ નેટવર્ક દ્વારા ઇમેલ ચેક કરી શકો છો. એમાં એક બિલ્ડ-ઇન કવેર્ટી કી-બોર્ડ છે, જેમાં ફકત અંગૂઠાથી જ ટાઇપ કરી શકાય છે.
મોડલ્સ
બ્લેકબેરી પર્લ-૮૧૩૦
તેના પહેલા પેજર મોડલ્સ : ૮૫૦, ૮૫૭, ૯૫૦, ૯૫૭
મોનોક્રોમ જાવા - બેસ્ટ મોડલ્સ : ૫૦૦૦ અને ૬૦૦૦ સિંરીજના મોડલ્સ
ફસ્ર્ટ કલર મોડલ્સ : ૭૨૦૦, ૭૫૦૦, ૭૭૦૦ સિંરીજ
ફસ્ર્ટ શ્યોર ટાઇપ ફોન મોડલ્સ : ૭૧૦૦ સિંરીજ
મોડર્ન બ્લેકબેરી મોડલ્સ : ૮૦૦૦ સિંરીજ જેમાં બ્લેકબેરી ૮૮૦૦, બ્લેકબેરી પર્લ અને બ્લેકબેરી કર્વ પણ છે,
લેટેસ્ટ બ્લેકબેરી મોડલ : બોલ્ડ અથવા ૯૦૦૦ સિંરીજ
બ્લેકબેરી કિકસ્ટાર્ટ, જાવેલિન (૮૯૦૦)
બ્લેકબેરી સ્ટ્રોમ (૯૫૦૦)
ઓપરેટીંગ સસ્ટિમ
બ્લેકબેરી ૭૨૫૦ આરઆઇએમ બ્લેકબેરીને એક મિલ્ટ-ટાસ્કિંગ ઓપરેટિંગ સસ્ટિમ (ઓએસ)ની સગવડ પ્રદાન કરે છે.
વિશેષતા
બ્લેકબેરી સૌથી વધુ પસંદ કરાય છે. તેની મોડલ ડિવાઇસ અને ઓરલ કમ્યુનિકેશન શ્રેષ્ઠ છે. આ એક પોર્ટેબલ ટેકનોલોજી છે, જે યૂઝર્સને બીજા સાથે કમ્યૂનિકેટ કરવાની ઉત્તમ સગવડ આપે છે, તે યૂઝર્સને પિકચર્સ, ઇ-મેલ્સ, ટેકસ્ટ, વીડિયો જેવી ઇન્ફોર્મેશન ઓછા સમયમાં શેર કરવાની સુવિધા આપે છે.
No comments:
Post a Comment