Showing posts with label Recipes amp; Cooking tips. Show all posts
Showing posts with label Recipes amp; Cooking tips. Show all posts

Tuesday, July 28, 2009

ઉપયોગી કિચન ટિપ્સ

>>બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
>>ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
>>દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.
>>રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે.
>>શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
>>લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
>>લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
>>દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.


Teken From Divyabhasker

Tuesday, April 28, 2009

गुजराती थेपले













विधि : 
सारी सामग्री को मिलाकर मुलायम
आटा गूंथ लें। अगर आवश्यकता पड़े तभी पानी का इस्तेमाल करें। आटे को
पन्द्रह बराबर भागों में बांट लें। फिर प्रत्येक भाग को पांच इंच व्यास
में बेल लें। नॉन स्टिक बर्तन में थेपला को दोनों तरफ हल्का सुनहरा होने
तक तलें। गर्मागर्म परोंसे।




सामग्री  : 
2 कप गेहूं का आटा, तीन चौथाई कप कसी लौकी, आधा कप कम वसा वाला दही, आधा टी
स्पून पिसी हल्दी, 1-आधा टी स्पून पिसी मिर्च, 1 टी स्पून तेल, नमक
स्वादानुसार।
कितने लोगों के लिए : 7

गुजराती कढी

सामग्री: 250ग्राम दही, 100 ग्राम बेसन, 5 ग्राम मैदा, 15 मि०ली० घी, 5 ग्राम जीरा, 5 ग्राम मेथी, 3 ग्राम दाल, 50 ग्राम चीनी, 3 ग्राम हींग, 3 ग्राम करीपत्ता, 3 ग्राम नमक, 5 ग्राम हरी मिर्च, 3 ग्राम अदरक.

विधि: दही मे बेसन, मैदा और 100 मि०ली० पाने डाल कर घोल बना लें. कडाही मे घी गरम करें और सारी सामग्री डाल कर तडका लगा लें. ओर फिर इस मे तैयार घोल डाल कर 10 मिनट तक पका लें गुजराती कढी तैयार है.

Saturday, April 11, 2009

દૂધીનો હલવો

recipe of white gourd halwaસામગ્રી :

૫૦૦ ગ્રામ દૂધી, ૨ ચમચી ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો, અડધો લિટર દૂધ, ૨ ચમચી બદામની કાતરી, ૨ ચમચી પિસ્તાની કાતરી, એલચીના થોડા દાણા.

રીત :

સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું.

તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો.

માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે તારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો.

સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા

Taken from Divyabhaskar

Monday, February 9, 2009

સુરતી લોચો

સુરતી લોચો બનાવવાની રીત દેશગુજરાતને એટલા બધા વાંચકોએ પૂછી છે કે અમે તેની રીત ઝડપથી અહીં રજૂ ન કરીએ તો અમારો જ લોચો થઈ જાય. એટલાન્ટા(અમેરિકા)થી નેહાબહેને, દિલ્હીથી નલીનીબેન પરીખે, મુંબઈથી દેવયાનીબહેને, કનેક્ટીકટ(અમેરિકા)થી ભાવિનીબહેન મિસ્ત્રીએ, મુંબઈથી બકુલેશભાઈ મહેતાએ, અમદાવાદથી અપૂર્વા શાહે, પ્રિતેન પટેલે, અને સુરતથી સેજલબહેને લોચાની રીત દેશગુજરાતને પૂછી છે.લોચો એ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ ચટપટી ખાવાની ચીજો પૈકીની એક ચીજ છે. લોચો બનાવવાની બેઝીક રીત તો એક સરખી જ છે પરંતુ હોંશિયાર ગૃહિણી તેના પર કેટલું શું ભભરાવે છે અને ચાખીને સ્વાદ નક્કી કરીને પીરસે છે તેના પર છેવટની પ્રોડક્ટ નિર્ભર રહે છે.અહીં ખાસ અપીલ કરવાની કે દેશગુજરાતના ખાસ તો સુરતી વાંચકો આ રીતમાં કશુંક ઉમેરી શકે કે સજેશન કરી શકે તો કોમેન્ટ સેક્શન હાજર છે.

સામગ્રી: ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ, મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ, બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.

રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

Taken by deshgujarat.com

Wednesday, December 17, 2008

गाजर का हलवा














गाजर का हलवा

सामग्री


8-10 मध्यम आकार का गाजर कसा हुआ, 3 टेबल स्पून शुद्ध घी, 2 कप स्किम्ड मिल्क
10-12 पिस्ता, 1/4 टी स्पून छोटी इलायची पाउडर, 10-15 किशमिश, 1/4 कप कसा हुआ खोया, 18 टी स्पून शुगर फ्री नैचरा डाइट शुगर

विधि

1. एक कडाही में शुद्ध घी डालकर गर्म करें। कसा हुआ गाजर डालें और 5 मिनट तक भूनें। 
2. स्किम्ड मिल्क डालें और पकाएं।
3. पिस्ते को ब्लैंच करके छीलें और काट लें।
4. छोटी इलायची पाउडर, किशमिश, शुगर फ्री नैचरा डाइट शुगर डालकर मिलाएं। 10-15 मिनट तक पकाएं।
5. खोया डालें और मिलाएं। तब तक पकाएं जब तक कि मिश्रण सूख न जाए। पिस्ते से सजाएं।              
6. गर्म या ठंडा सर्व करें।

Monday, December 8, 2008

કિચન ટિપ્સ


Kitchen Tips‘રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.

‘ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.

‘કોઇ પણ શાકના સ્ટફડ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા કોથમીર અને ફુદીનાના પાન નાખો.

‘શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

‘પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવી શકાય.

‘લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.

Sunday, December 7, 2008

શિયાળામાં ચટાકેદાર ઊબાડિયું મન લલચાવે

શિયાળાની ફૂલગુલાબી ઠંડી સાથે શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની શરૂઆત સાથે જ આંધળીવાનીનો પોંક, પોંકવડા, સુરતીલાલાઓ ખાવા મંડી પડયા છે. આ તરફ નવસારી-વલસાડ જિલ્લામાં ગરમાગરમ મસાલેદાર ઊંબાડિયું મળવા માડયું છે. ગરમાગરમ ઊબાડિયાની જયાફત લોકો મોજથી ઉડાવે છે. ગણદેવી ચાર રસ્તા સતિમાતાના મંદિરની સામી બાજુએ ધરમપુર તાલુકાના બારોલીયા ગામના શિવલાલ શિંગોડાવાળા ટેસ્ટફૂલ ઉંબાડીયાનું વેચાણ કરે છે.

vangiગણદેવી સતિમાતાના મંદિર સામે છેલ્લા ૩૫ વર્ષથી શિંગોડાના વેપાર સાથે જોડાયેલા શિવલાલ છેલ્લા પાંચેક વર્ષથી ઉંબાડીયું બનાવે છે. બરોડા જિલ્લામાંથી આવતી ત્રણ દાણાની લીલીછમ પાપડી, નડિયાદ જિલ્લાના શક્કરીયા, ગણદેવી તાલુકાનો ગોરોકંદ, બટાટાને લીલા મસાલામાં ભેળવવામાં આવે છે. આ બધી વસ્તુના એક માટલામાં ભરી દેવામાં આવે છે. તેની ઉપરના ભાગે કલાર નામની વનસ્પતિ મૂકી માટલાનું મોં બંધ કરી દેવામાં આવે છે. પછી આ રીતે તૈયાર થયેલા માટલાને ઊધું મૂકી તેની ફરતે છાણા ગોઠવીને તેને સળગાવવામાં આવે છે. બાહ્ય ગરમીના કારણે માટલામાં મૂકવામાં આવેલા કંદ, બટાટા, શક્કરીયા, પાપડી બફાઈ જાય છે. આમ ઊબાડિયું તૈયાર થાય છે. આ રીતે ઊબાડિયું તૈયાર થતા ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે.

શિવલાલની સાથે થયેલી વાતચીત મુજબ એક માટલામાં ૪થી ૫ કિલો ઊબાડિયું તૈયાર થાય છે. હાલના પ્રારંભિક તબક્કામાં દરરોજ ૧૦થી ૧૫ જેટલા માટલા બનાવાય છે. જેમ શિયાળો આગળ ધપશે એટલે ઘરાકી વધશે. હમણા રજાઓના દિવસે ઊબાડિયાનો ઉપાડ વધારે રહે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરે જ ઊબાડિયું બનાવે છે. ગામડામાં વેપારીઓ કાળાવાલની પાપડીનું ઊબાડિયું બનાવે છે. હાલમાં કાળાવાલની પાપડીની શરૂઆત હોય તે મોંઘી મળે છે.

ઊબાડિયું ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય છે. લગ્નપ્રસંગે પણ કેટલાક લોકો ઓર્ડર આપી ઊબાડિયું બનાવડાવે છે. ગામડામાં જે લોકો ઘરગથ્થુ ઊબાડિયું બનાવે છે તેઓ એમાં અજમો નાંખે છે. આયુર્વેદ મુજબ અજમો ગુણકારી અને વાયુનાશક હોય તે નાંખવામાં આવે છે. પાપડી વાયડી હોય અજમો નાંખવો ઘણો હિતકારી છે.

ગણદેવી ચાર રસ્તા ઉપર શિવલાલ ઉપરાંત બીજા પાંચથી છ ઊબાડિયાની દુકાનો છે. નવસારી, સુરતથી આવતી ગાડી, મોટરસાઇકલ સવારો ઊભા રહીને ટેસ્ટફૂલ ઊબાડિયાની લિજજત માણે છે. રાજુભાઈ, જીતભાન, લક્ષન વગેરે પણ ટેસ્ટફૂલ ઊબાડિયું બનાવી વેચે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઊબાડિયાની માગ વધશે.
Ketan Desai, Gadat

Saturday, December 6, 2008

મકાઇ પનીરના સમોસા

સામગ્રી

પનીર - ૨૫૦ ગ્રામ, મકાઇના બાફેલા દાણા (અમેરિકન) - ૨૦૦ ગ્રામ, લીલાં મરચાં - ૨૫ ગ્રામ, બારીક સમારેલી કોથમીર - ૧૦૦ ગ્રામ, ગરમ મસાલો - ૧ ચમચી, મેંદો - ૨૫૦ ગ્રામ, મીઠું - પ્રમાણસર

રીત

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.
Asha Desai, Ahmedabad

Tuesday, September 9, 2008

વેજિટેબલ પરોઠાં



[caption id="attachment_208" align="alignright" width="300" caption="વેજિટેબલ પરોઠાં"]વેજિટેબલ પરોઠાં[/caption]

સામગ્રી :


પાલકની ભાજી - ૫૦ ગ્રામ, વટાણા - ૫૦ ગ્રામ, લીલાં ચણા - ૫૦ ગ્રામ, આદું - નાનો ટુકડો, લીલા મરચાં - ૨ નંગ, અજમો - અડધી ચમચી, તલ - ૧ ચમચી, ચોખાનો લોટ - ૨ ચમચા, ચણાનો લોટ - ૧ ચમચો, ઘઉંનો લોટ - ૨૦૦ ગ્રામ, મીઠું - સ્વાદ મુજબ, તેલ - જરૂર પ્રમાણે

રીત :

પાલક, વટાણા, લીલા ચણા, આદું અને લીલાં મરચાંને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં અજમો, તલ અને મીઠું ભેળવો. હવે બધા લોટને મિકસ કરી તેમાં તેલનું મોણ નાખી પેસ્ટને લોટમાં સારી રીતે મિકસ કરી કણક બાંધો. પ્રમાણસર લૂઆ લઇ પરોઠાં વણી લોઢી પર બંને બાજુએ શેકી લો. આમલીની ચટણી સાથે આ પરોઠા ટેસ્ટી લાગે છે.

Monday, September 8, 2008

ગાજર-ટામેટાંનો પુલાવ



[caption id="attachment_205" align="alignright" width="300" caption="ગાજર-ટામેટાંનો પુલાવ"]ગાજર-ટામેટાંનો પુલાવ[/caption]

સામગ્રી :


ચોખા - દોઢ કપ, ગાજર - ૨ નંગ, સમારેલાં ટામેટાં - ૨ નંગ, તમાલપત્ર - ૧ નંગ, તજ - નાનો ટુકડો, એલચા - ૨ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, નાની ડુંગળી - ૭-૮, લીમડો - ૬-૭ પાન, કિશમિશ - ૨ ચમચી, મરીનો પાઉડર - અડધી ચમચી, ટામેટાંની પ્યોરી - ૧ કપ, લીંબુનો રસ - ૧ ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, મીઠું - સ્વાદ મુજબ

રીત :

ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદું, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો. ગરમ જ સર્વ કરો.

Taken From : Divya Bhasker

આલુ ટિક્કી ચાટ



[caption id="attachment_202" align="alignright" width="300" caption="આલુ ટિક્કી ચાટ"]આલુ ટિક્કી ચાટ[/caption]

સામગ્રી :


પેટીસ માટે

બટાકા - ૪ નંગ મોટા, મીઠું - સ્વાદ મુજબ, તેલ - સાંતળવા માટે

સ્ટફિંગ માટે

અડદની પલાળેલી દાળ - ૧ કપ, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, મરચું - અડધી ચમચી, સમારેલી કોથમીર - ૧ ચમચો, મીઠું - સ્વાદ મુજબ ટોપિંગ માટે (એક ભાગ), દહીં - પા કપ, લીલી ચટણી - અડધો ચમચો, આંબલીની ગળી ચટણી - ૨ ચમચા, શેકેલા જીરાનો પાઉડર - પા ચમચી, ચાટ મસાલો - પા ચમચી, મરચું - પા ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, પાપડીનો ભૂકો - થોડોક

રીત :

સ્ટફિંગ તૈયાર કરવા અડદની પલાળેલી દાળને એક બાઉલમાં લો. તેમાં સમારેલાં લીલાં મરચાં, આદું, મરચું, મીઠું, કોથમીર નાખીને સારી રીતે મિકસ કરો. બાફેલા બટાકાના છૂંદામાં મીઠું ભેળવી તેમાંથી આઠ ભાગ કરો. લોઢી ગરમ કરો. હવે બટાકાનો એક ભાગ લઈ તેને હથેળી પર રાખી સહેજ દબાવો. તેની વચમાં દાળનું સ્ટફિંગ મૂકી ચારે બાજુથી કિનારી ભેગી કરી તેને ટિક્કીનો આકાર આપો. ત્યાર બાદ તેને મઘ્યમ આંચે બંને બાજુએ તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. જો બટાકાનું કવરિંગ ફાટી જતું હોય તો તેમાં સહેજ કોર્નફલોર મિકસ કરો. હવે ટિક્કીને પ્લેટમાં ગોઠવો. તેના પર ઠંડું દહીં લીલી ચટણી અને આંબલીની ગળી ચટણી રેડો. ઉપર શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, મરચું અને સમારેલી કોથમીર ભભરાવો. છેલ્લે પાપડીનો થોડો ભૂકો ભભરાવી તરત જ સર્વ કરો.

 

Taken from : Divya bhasker

Friday, September 5, 2008

ભરવા પુરી

સામગ્રીઃ

પોણો કપ અડદની દાળની પેસ્ટ, તેલ જરૂર પ્રમાણે, ૧ ચમચી વરીયાળી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આદુ મરચાની

[caption id="attachment_195" align="alignright" width="250" caption="ભરવા પુરી"]àªàª°àªµàª¾ પુરી[/caption]

પેસ્ટ, મીઠું જરૂર પ્રમાણે, ૨ કપ ઘઉંનો લોટ, પા કપ રવો, મોણ માટે ઘી.

રીતઃ

સૌ પ્રથમ સ્ટફિંગ માટે પલાળેલી અડદની દાળને પાણી વગર જ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. એક કઢાઈમાં અડધી ચમચી તેલ મૂકી, તેમાં આ પેસ્ટ ઉમેરી, તેમાં લાલ મરચું, આદુ-મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ધીમા તાપે પેસ્ટને સાંતળો. થોડીવાર સાંતળી ઉતારી એક બાઉલમાં ઠરવા માટે અડદની પેસ્ટ મૂકી દો.

હવે કણક બાંધવા માટે ઘઉંનો લોટ લો. પા કપ રવાને અદધો કલાક પાણીમાં પલાળી રાખી, ત્યારબાદ ઘઉંના લોટમાં ઉમેરો. ઘીનું મોણ અને આવતું જતું મીઠું ઉમેરી પાણી વડે કણક બાંધો. કણકને ૫ થી ૧૦ મિનિટ રહેવા દો. તેમાંથી મોટી પુરી વણો. તૈયાર કરેલું સ્ટફિંગ તેમાં ભરી કવર કરી દો. થોડું અટામણ લઈ ફરી પુરી વણો. સ્ટફિંગમાં અડદની દાળને બદલે ચણાની દાળ પણ લઈ શકાય. પુરીને ગરમ તેલમાં તળી લો. પુરી ફુલે એ રીતે તળો.

Taken From : Divya Bhasker

ચણા ચટપટા

સામગ્રીઃ

[caption id="attachment_191" align="alignright" width="300" caption="ચણા ચટપટા"]ચણા ચટપટા[/caption]

૨૦૦ ગ્રામ કાબૂલી ચણા, ૪૦ ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, ૧૦ ગ્રામ કાપેલું આદું, ૧૦ ગ્રામ ઝીણું કાપેલું લસણ, બે ઝીણા કાપેલા લીલાં મરચાં, ૫૦ ગ્રામ કાપેલા ટામેટાં, થોડી કાપેલી કોથમીર, એક ચમચી પીસેલું લાલ મરચું, એક નાની ચમચી શેકેલું જીરું, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર, ૧૫૦ ગ્રામ ગોળ, ૧૫૦ ગ્રામ આંબલી, એક નાની ચમચી કાળુ મીઠું, એક નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી તેલ.

રીતઃ

સૌ પ્રથમ ચણાને સાફ કરી બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી એમાં ખાવાનો સોડા અને તેલ નાખી ચણા બાફી લો. ચણા બફાઈ જાય એટલે પાણી કાઢી નાખો. હવે ચણામાં આદુ, ડુંગળી, લીલાં મરચાં અને ટમેટા નાખી બરાબર હલાવો. એકરસ કરી નાખો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલું લાલ મરચું, જીરું વગેરે નાખીને એકરસ કરી નાખો. એની ઉપર આંબલીની તૈયાર કરેલી ચટણી નાખી બરાબર હલાવી નાખો. ચટણી બનાવવા માટે વાસણમાં આંબલી, ગોળ અને ખજૂર નાખી દો. ધીમા તાપે મૂકી રાખો. ખજૂર બરાબર ગળી જાય ત્યારે ઉતારીને ગાળી નાખો. આ ચટણી નાખ્યા પછી સંચળ અને ગરમ મસાલો નાખો. એટલે સ્વાદિષ્ટ ચણા ચટપટા તૈયાર થઈ જશે.

Taken From : Divya Bhasker

Wednesday, August 20, 2008

પાલકનું રાયતુ

[caption id="attachment_173" align="alignleft" width="250" caption="પાલકનું રાયતુ"]પાલકનું રાયતુ[/caption]

સામગ્રી :

૨૫૦ ગ્રામ પાલકની ભાજી, ૨૫૦ ગ્રામ દહીં, તેલ, રાઇ, હિંગ, મીઠા લીમડાના પાન, આદુ-મરચાની પેસ્ટ, ખાંડ અને મીઠું પ્રમાણસર

રીત :

પાલકની ભાજીના પાન લઇને ઝીણા સમારવા, તેમાંથી દાંડીનો ભાગ કાઢી નાખવો. હવે થોડા તેલમાં રાઇ, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી, પાલકની ભાજી વઘારવી. પાણી બળે એટલે અને કોરી થાય એટલે ઉતારી, ઠંડી પાડેલી ભાજી, વાટેલાં આદુ-મરચાં, થોડી ખાંડ અને મીઠું ઉમેરી દહીંમા મિકસ કરવું.

કાકડીનું રાયતુ

[caption id="attachment_169" align="alignleft" width="250" caption="કાકડીનું રાયતુ"]કાકડીનું રાયતુ[/caption]

સામગ્રી :

૨૫૦ ગ્રામ કુમળી કાકડી, ૫૦૦ ગ્રામ દહીં, ખાંડ, ખાંડેલી રાઇ અને મીઠું - પ્રમાણસર

રીત :

કુમળી કાકડીને છીણવી. ત્યારબાદ છીણને નીચોવી પાણી કાઢી નાખવું. હવે દહીંમાથી પાણી કાઢી તેમાંથી મસ્કો બનાવો. તેમાં કાકડીનું છીણ અને ખાંડ નાખવા. ખાંડેલી રાઇને થોડા દહીંના પાણીમા ફીણી, ચઢે એટલે તેમાં ઉમેરવી. છેલ્લે મીઠું નાખવું.

ખમણ

સામગ્રી: ૨૫૦ ગ્રામ ચણાનો ઝીણૉ લોટ, ૧ ચમચી વાટેલા આદુ-મરચાં, ચપટી હિંગ, ૨ ચમચી તેલ, દોઢ ચમચી લીંબુના ગૂલ, ૧ ચમચી સાજીના ફૂલ, ૨ ચમચી વઘારનું તેલ, ૧ ચમચી રાઈ, ૧ ચમચી તલ, ૪થી ૫ લીલા મરચાં, ૪ ચમચી ખાંડ, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૪ ચમચી કોપરાની છીણ, પ્રમાણસર મીઠુંરીત:ચણાના લોટમાં મીઠું, આદુ, મરચાં, હિંગ, તેલ નાખીને ખીરું તૈયાર કરો. તેમાં લીંબુના ફૂલ નાખો.

એક વાસણમાં પાણી મૂકો. કાંઠલો મૂકીને તેના પર સ્ટીલની થાળી તેલ ચોપડીને મૂકો(અથવા ઢોકળાના કૂકરમાં પણ આ બધુ કરી શકાય)

ખીરામાં ખાવાનો સોડા(સાજીના ફૂલ) નાખો. એક બાજુ ખૂબ હલાવીને થાળીમાં રેડો. તેની ઉપર જે થાળી ઢાંકવાની હોય તેને કપડું વીંટાળો કે જેથી વરાળ બહાર ન જાય. ઉપર ભાર મૂકો.

વઘારમાં તેલ, તલ, રાઈ મૂકી લીલા મરચાં ઉભા સમારીને નાના કકડા કરેલા નાખો.

દોઢ કપ પાણી રેડો, ખાંડ નાખો, પાણી ઉકળવા દો.

પંદર મિનીટ લાગશે ખમણ તૈયાર થતા. ઠંડા પડ્યા પછી કાપા કરીને વઘાર રેડો. એના પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવો.

___________________________________________________
ચટણી

અને ચટણી વગર તો ખમણ ખાવા શીદ ભાવશે ભઈ? તો લો અહીં ચટણીની રીત.


સામગ્રી: ૧ કપ ચણાનો લોટ, અર્ધો કપ ખાટું દહીં, અર્ધી ચમચી મરચું, ચોથા ભાગની(પા) ચમચી હળદર, ૧ ચમચી ખાંડ, અ ચમચી તેલ, પા ચમચી રાઈ, પ્રમાણસર મીઠું


રીત: ચણાના લોટમાં દહીં અને થોડુ પાણી નાખો. વલોણું ફેરવો. પછી બીજું પાણી નાખો.


તેમાં મીઠું, મરચું, હળદર અને ખાંડ નાખો. ગરમ કરો. હલાવ્યા કરો. ખટાશ ન લાગે તો લીંબુના ફૂલ નાખો.


ચણાનો લોટ ચડી જાય, લચકા પડતો થાય એટલે ચટણી તૈયાર સમજો. તેલમાં રાઈ નાખી વધાર કરી લેવો.

Friday, July 25, 2008

મગની દાળની પકોડી ચાટ

સામગ્રી :
મગની દાળ 1 વાટકી,
ઠંડુ દહીં 2 વાટકી,
સંચળ પા ચમચી, આદુમરચાં 2 ચમચી,
ગળી ચટણી 1 વાટકી, મરચું 2 ચમચી,
લીમડો 1 ડાળખી, મીઠું-તેલ પ્રમાણસર,
દાડમના દાણા 1 ચમચો, કોથમીર 1 વાટકી,
જીરૂ પાવડર 2 ચમચી, ચાટ મસાલો 1 ચમચી,
ખાંડ 1 ચમચી.

રીત :
સૌ પ્રથમ મગની દાળ 7 કલાક પલાળી રાખો. પાણી નાખ્યા વગર મીક્સરમાં વાટી લો. તેમાં મીઠું-હીંગ અને આદુ મરચાં નાખી પકોડી માટે ખીરૂ બનાવો. તેલ ગરમ કરીને નાની નાની પકોડી તળો. દહીં વલોવીને ઠંડુ કરો. એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરીને જીરૂ તથા લીમડાનો દહીંમાં વધાર કરો. તેમાં મીઠું-ખાંડ નાંખો. એક પ્લેટમાં પકોડી ગોઠવો. તેના પર દહીં-ગળી ચટણી-કોથમીર-મીઠું-મરચું જીરૂ પાવડર, દાડમના દાણા-ચાટ મસાલો નાંખીને સર્વ કરો.

Thursday, July 24, 2008

મસાલા દાળવડા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)

સામગ્રી :
150 ગ્રામ નારિયેળ છીણ
150 ગ્રામ સીંગદાણા
400 ગ્રામ ચણાદાળ
100 ગ્રામ ચણાનો લોટ
વાટેલ આદું-મરચાં, કોથમીર, હળદર,
ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, મરચું,
લીંબુ, તલ, મીઠું.

રીત :
સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.

રવાની ઉપમા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)

સામગ્રી :

500 ગ્રામ રવો,
100 ગ્રામ અડદ-દાળ,
100 ગ્રામ કોપરા-છીણ,
વાટેલ આદું-મરચાં,
છાશ, કોથમીર, લીંબુ, મીઠું, તેલ,
દ્રાક્ષ, હિંગ, લીમડો, ખાંડ.

રીત :
સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી, ધોઈ કોરી કરો. તેલ ગરમ કરી હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વધાર કરી દાળને નાખીને સાંતળો. તેમાં રવો અને દ્રાક્ષ નાખી શેકો. પછી તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું, ખાંડ નાખીને, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો. પછી છાશ ભેળવીને સીઝવો. તૈયાર થયે નીચે ઉતારી તેની ઉપર સમારેલ કોથમીર અને ખમણેલ કોપરું ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.

ઉપમાની ચટણી માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી નારિયેળ-છીણ, 1 વાટકી દહીં, આદું, કોથમીર, દળેલ ખાંડ, મરચાં અને મીઠું તૈયાર કરો. સૌ પ્રથમ ચણાની દાળને શેકીને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી તેમાં આદું-મરચાં, નારિયેળનું છીણ, ખાંડ, મીઠું, કોથમીર ભેગું કરી ચટણી કરો. તેમાં દહીં નાખી રસાધાર ચટણી બનાવો. હવે ઉપર બનાવેલ ઉપમા સાથે પીરસો.