Tuesday, July 28, 2009

ઉપયોગી કિચન ટિપ્સ

>>બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
>>ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
>>દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.
>>રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે.
>>શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
>>લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
>>લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
>>દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.


Teken From Divyabhasker

No comments:

Post a Comment