[caption id="attachment_191" align="alignright" width="300" caption="ચણા ચટપટા"][/caption]
૨૦૦ ગ્રામ કાબૂલી ચણા, ૪૦ ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, ૧૦ ગ્રામ કાપેલું આદું, ૧૦ ગ્રામ ઝીણું કાપેલું લસણ, બે ઝીણા કાપેલા લીલાં મરચાં, ૫૦ ગ્રામ કાપેલા ટામેટાં, થોડી કાપેલી કોથમીર, એક ચમચી પીસેલું લાલ મરચું, એક નાની ચમચી શેકેલું જીરું, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર, ૧૫૦ ગ્રામ ગોળ, ૧૫૦ ગ્રામ આંબલી, એક નાની ચમચી કાળુ મીઠું, એક નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી તેલ.
રીતઃ
સૌ પ્રથમ ચણાને સાફ કરી બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી એમાં ખાવાનો સોડા અને તેલ નાખી ચણા બાફી લો. ચણા બફાઈ જાય એટલે પાણી કાઢી નાખો. હવે ચણામાં આદુ, ડુંગળી, લીલાં મરચાં અને ટમેટા નાખી બરાબર હલાવો. એકરસ કરી નાખો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલું લાલ મરચું, જીરું વગેરે નાખીને એકરસ કરી નાખો. એની ઉપર આંબલીની તૈયાર કરેલી ચટણી નાખી બરાબર હલાવી નાખો. ચટણી બનાવવા માટે વાસણમાં આંબલી, ગોળ અને ખજૂર નાખી દો. ધીમા તાપે મૂકી રાખો. ખજૂર બરાબર ગળી જાય ત્યારે ઉતારીને ગાળી નાખો. આ ચટણી નાખ્યા પછી સંચળ અને ગરમ મસાલો નાખો. એટલે સ્વાદિષ્ટ ચણા ચટપટા તૈયાર થઈ જશે.
Taken From : Divya Bhasker
No comments:
Post a Comment