Monday, September 8, 2008

ગાજર-ટામેટાંનો પુલાવ



[caption id="attachment_205" align="alignright" width="300" caption="ગાજર-ટામેટાંનો પુલાવ"]ગાજર-ટામેટાંનો પુલાવ[/caption]

સામગ્રી :


ચોખા - દોઢ કપ, ગાજર - ૨ નંગ, સમારેલાં ટામેટાં - ૨ નંગ, તમાલપત્ર - ૧ નંગ, તજ - નાનો ટુકડો, એલચા - ૨ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, નાની ડુંગળી - ૭-૮, લીમડો - ૬-૭ પાન, કિશમિશ - ૨ ચમચી, મરીનો પાઉડર - અડધી ચમચી, ટામેટાંની પ્યોરી - ૧ કપ, લીંબુનો રસ - ૧ ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, મીઠું - સ્વાદ મુજબ

રીત :

ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદું, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો. ગરમ જ સર્વ કરો.

Taken From : Divya Bhasker

No comments:

Post a Comment