સામગ્રી :
૫૦૦ ગ્રામ દૂધી, ૨ ચમચી ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો, અડધો લિટર દૂધ, ૨ ચમચી બદામની કાતરી, ૨ ચમચી પિસ્તાની કાતરી, એલચીના થોડા દાણા.
રીત :
સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું.
તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો.
માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે તારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો.
સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા
Taken from Divyabhaskar
No comments:
Post a Comment