[caption id="attachment_202" align="alignright" width="300" caption="આલુ ટિક્કી ચાટ"][/caption]
સામગ્રી :
પેટીસ માટે
બટાકા - ૪ નંગ મોટા, મીઠું - સ્વાદ મુજબ, તેલ - સાંતળવા માટે
સ્ટફિંગ માટે
અડદની પલાળેલી દાળ - ૧ કપ, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, સમારેલું આદું - નાનો ટુકડો, મરચું - અડધી ચમચી, સમારેલી કોથમીર - ૧ ચમચો, મીઠું - સ્વાદ મુજબ ટોપિંગ માટે (એક ભાગ), દહીં - પા કપ, લીલી ચટણી - અડધો ચમચો, આંબલીની ગળી ચટણી - ૨ ચમચા, શેકેલા જીરાનો પાઉડર - પા ચમચી, ચાટ મસાલો - પા ચમચી, મરચું - પા ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, પાપડીનો ભૂકો - થોડોક
રીત :
સ્ટફિંગ તૈયાર કરવા અડદની પલાળેલી દાળને એક બાઉલમાં લો. તેમાં સમારેલાં લીલાં મરચાં, આદું, મરચું, મીઠું, કોથમીર નાખીને સારી રીતે મિકસ કરો. બાફેલા બટાકાના છૂંદામાં મીઠું ભેળવી તેમાંથી આઠ ભાગ કરો. લોઢી ગરમ કરો. હવે બટાકાનો એક ભાગ લઈ તેને હથેળી પર રાખી સહેજ દબાવો. તેની વચમાં દાળનું સ્ટફિંગ મૂકી ચારે બાજુથી કિનારી ભેગી કરી તેને ટિક્કીનો આકાર આપો. ત્યાર બાદ તેને મઘ્યમ આંચે બંને બાજુએ તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. જો બટાકાનું કવરિંગ ફાટી જતું હોય તો તેમાં સહેજ કોર્નફલોર મિકસ કરો. હવે ટિક્કીને પ્લેટમાં ગોઠવો. તેના પર ઠંડું દહીં લીલી ચટણી અને આંબલીની ગળી ચટણી રેડો. ઉપર શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, મરચું અને સમારેલી કોથમીર ભભરાવો. છેલ્લે પાપડીનો થોડો ભૂકો ભભરાવી તરત જ સર્વ કરો.
Taken from : Divya bhasker
No comments:
Post a Comment