[caption id="attachment_199" align="alignright" width="300" caption="ઇન્ટરનેટની સોશિયલ લાઇફ પર અસર"][/caption]
એક બાજુ ઇન્ટરનેટ દ્વારા લોકોને ટેક્નિકલ જ્ઞાન અને વિવિધ જાણકારીઓ મળી રહે છે,
તો બીજી બાજુ
ઇન્ટરનેટ લોકોને વ્યકિતગત જીવનમાં એકલતા તરફ લઈ જઈ રહ્યું છે. આનાથી વિધાર્થીઓના પરફોર્મન્સ ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે, અને તેઓ પરિવારના લોકોને પણ વધુ સમય આપી શકતા નથી.
- શિક્ષણ સંસ્થાએ પણ પ્રતિબંધ લગાવ્યો
આઇઆઇટી મુંબઈની હોસ્ટેલોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, આનાથી વિધાર્થીઓ નેટ સિર્ફંગ, ગેમિંગ અને બ્લોગિંગના એડિકટ બની જાય છે અને તેના કારણે ભણતર
માં તેની અસર દેખાય છે. નેટ પર વધારે સમય વીતાવવાથી તેઓ વધારે સમય એકલા રહે છે. આ રીતે તેઓ સમાજથી દૂર થતા જાય છે. આજે ઘણા લોકો માટે નેટ પર સિર્ફંગ અને ચેટિંગ જિંદગીનો સમય પસાર કરવાનું સાધન બની ગયું છે.
આજની ઝડપી દુનિયામાં એ વાત સાચી છે કે વરર્યુઅલ વર્લ્ડ પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકયું છે, તેને સરળતાથી અવગણી શકાય નહીં. મનોવૈજ્ઞાનિક દર્શન શાહ કહે છે કે, નેટનો ઉપયોગ કરવા માટે તેનો સમય નક્કી કરી શકાય છે, તેને એકદમ બંધ કરી શકાય નહીં. નેટ દ્વારા લોકોમાં એકલતાની લાગણી જન્મે છે. લેટેસ્ટ ટેક્નોલોજીનો ફાયદો મેળવવા માટે નેટનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ તે જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ.
No comments:
Post a Comment