Tuesday, April 14, 2009

"મારી પહેલી રચના" - "ફેનિલ કોઠારી"

આજે બેઠો છુ ચન્દ્ર નીચે,
ગરમી ના વાતવરણ મા મારા માથા મા પડેલ
પાણિ જોઇ ને લાગ્યુ કે જાણે કોઇ મોટા આંસુ એ રોવે છે,
ચન્દ્ર જાણે કહિ રહ્યો છે ઈર્ષા થાય છે મને તારુ જિવન દેખિ ને,
મે કહ્યુ શા માટે મારિ મજાક ઊડાવો છો,
ચન્દ્રે કહ્યુ તારિ જોડે તારા મિત્રો છે,
મે કહ્યુ મારિ જોડે મારા મિત્રો સિવાય બિજુ કાંઈ નથિ,
ચન્દ્રે કહ્યુ મારા મિત્રો તો યોજનો દૂર તારિ ધરતી પર છે,
જેને ચાંદની આપવા રાત્રે બહાર નિક્ળુ છુ તો મારા ૩ સાથિ જાણે મને કહિ રહ્યા છે,


૧. મ્રુગજળ કહે છે કે


હું છુ રણ માં રહેલુ તારી ચાંદની થી ચમકતુ પાણી,
જેને પીવા ધરતી ના લોકો પણ આવતા નથી,


૨. ગુલાબ કહે છે કે


હુ કાંટા ની વચમા રહેલ એક સુગંધિ સફેદ ગુલાબ છું

જેને તોડવા તો કોઈ પ્રેમી પણ નથી આવતો


૩. કમળ કહે છે કે


હું કદાચ રાજા છું ફુલો નો પરન્તુ

કાદવ માં પગ મુકી ને કમળ ને મળવા આવે કોણ,

"આભાર યારો કે તમે રણ માં આવી,કાંટા ને ખસેડિ ને કાદવ માં પગ મુકિ ને મને અપનાયો જેથી આજે ચાંદને પણ ઈર્ષા થઈ ગઈ"


"ફેનિલ કોઠારી"

Saturday, April 11, 2009

દૂધીનો હલવો

recipe of white gourd halwaસામગ્રી :

૫૦૦ ગ્રામ દૂધી, ૨ ચમચી ઘી, ૩૦૦ ગ્રામ ખાંડ, ૩૦૦ ગ્રામ માવો, અડધો લિટર દૂધ, ૨ ચમચી બદામની કાતરી, ૨ ચમચી પિસ્તાની કાતરી, એલચીના થોડા દાણા.

રીત :

સૌ પ્રથમ દૂધીને છોલી, છીણી નાખવી. હવે એક વાસણમાં ઘી ગરમ કરી, તેમાં થોડા દાણા એલચીના નાખી, છીણ વઘારવું. થોડીવાર હલાવી તેમાં દૂધ નાખવું.

તાપ ધીમો રાખવો. દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે તેમાં એક ચમચો ઘી નાખવું. બરાબર ઘટ્ટ અને ઠરે એવું થાય એટલે ઉતારી, માવાને છીણી નાખવો.

માવો બરાબર મિકસ કરી ફરી થોડીવાર તાપ પર મૂકવું. તેમાં બદામ પિસ્તાની કાતરી નાખવી. માવો બરાબર મિકસ થઈ જાય એટલે તારી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો.

સાધારણ ઠંડો પડે એટલે ચાંદીનો વરખ લગાડવો. બીજે દિવસે બરાબર ઠરે એટલે કટકા કરવા

Taken from Divyabhaskar

Tuesday, April 7, 2009

ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

સીબીઆઇએ કરેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવી
- ગુજરાતમાં સૌથી વધારે ચાઇના મોબાઇલ સુરતમાં છે
- તા. ૧૫મી પછી ચાઇના મોબાઇલ પથ્થર બની જશે
- આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને સેવા બંધ થઈ જશે

ભારતભરમાં ચાઇના મોબાઇલ આવતા અઠવાડિયાથી રણકતા બંધ થઇ જશે. સીબીઆઇએ કરેલી દરખાસ્ત ભારતના ટેલિકોમ વિભાગે માન્ય રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ગુજરાત સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસના જનરલ મેનેજર બાંઝલે જણાવ્યું હતું કે આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ન હોય અથવા તો તમામ નંબર ઝીરો કરેલો હોય તેવા તમામ મોબાઇલ ગત માર્ચ માસથી જ બીએસએનએલે સિસ્ટમ લાગુ કરી દીધી હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સિસ્ટમ લાગુ કરવાની છેલ્લી તા. ૧૫મી એપ્રિલ છે. આથી આ તારીખથી તમામ મોબાઇલ કંપની સિસ્ટમ લાગુ કરી દેશે. ભારતભરમાં ચાઇનાના મોબાઇલનું ચલણ ખૂબ જ વઘ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં ચાઇના મોબાઇલ ફોનનું આખું માર્કેટ છે. લોકોને પણ ચાઇનાના મોબાઇલનું ધેલું લાગ્યું છે.

અન્ય મોબાઇલ ફોનની સરખામણીમાં સાઉન્ડ મોટો તથા બે સીમકાર્ડ વાપરી શકાય તેવા ચાઇના મોબાઇલ ફોન છેલ્લાં પાંચ વર્ષથી સુરત અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ચાઇના મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે.

પરંતુ સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને સીબીઆઇના નિષ્ણાતોએ જોયું કે મોટા ભાગના ચાઇનાના મોબાઇલ ફોનમાં આઇએમઇઆઇ નંબર ખોટા હતા અથવા તો ૦૦૦૦૦૦ કરી દેવામાં આવે છે. જેનો લાભ લઇને આતંકવાદીઓ તેમજ અંડરવર્લ્ડના માણસો વાતચીત કરતા હોવાથી તેમને ટ્રેક કરી શકાતા નથી.

આથી તપાસનીશ એજન્સીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગુનેગાર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. આઠેક માસ પહેલાં સીબીઆઇએ આ અંગે ભારત સરકારના ગૃહ વિભાગને એક દરખાસ્ત કરી હતી કે આ ચાઇનાના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આથી ગૃહ વિભાગે આ અંગે ટેલિકોમ વિભાગના નિષ્ણાતો સાથે મસલત કરીને ચાઇનાના મોબાઇલ ફોન બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

જાણવા મળ્યા મુજબ આ નિર્ણય આવે તે પહેલાં કેટલીક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આ સિસ્ટમ લાગુ કરી દીધી છે. તા. ૧૫મીથી તમામ મોબાઇલ કંપની આ સિસ્ટમ લાગુ કરશે ત્યારે ૦૦૦૦૦૦ આઇએમઇઆઇ નંબર અને આઇએમઇઆઇ નંબર વિનાના તમામ મોબાઇલ ફોનના સીમકાર્ડ લોક થઇ જશે.

તેમાંથી આઉટગોઇંગ તેમજ ઇનકમિંગ ફોન બંધ થઇ જશે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ચાઈનિઝ મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રોજ લાખો કરોડો રૂપિયાના ચાઈનિઝ મોબાઈલનું શહેરમાં બે નંબરમાં પણ વેચાણ થતું હોવાનું અવરનવર જાણવા મળે છે.

છતાં પણ ગુનેગારો હાથમાં આવશે નહીં

ચાઇનાના મોબાઇલમાં આઇએમઇઆઇ નંબર ન હોવાથી ટેલિકોમ વિભાગે ભલે બંધ કરવાનો નિર્ણય લીધો હોય પણ જાણકારો કોઇપણ મોબાઇલ ફોનમાં અન્ય મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આઇએમઇઆઇ નંબર નાંખીને વાપરે તો મોબાઇલ ચાલુ રહેશે. કારણ કે વિભાગે માત્ર આઇએમઇઆઇ નંબર ન હોય અથવા તો તમામ ઝીરો હોય તો તેને બંધ કરી શકે છે, પરંતુ અન્ય મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નાખેલો હોય તો તે શોધી શકાતું નથી. ગુનેગારો બોગસ નંબરનો ઉપયોગ કરશે તો પોલીસ પકડી શકશે નહીં.

આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ

આઇએમઇઆઇ નંબર એ દરેક મોબાઇલ ફોનની એક ઓળખ હોય છે. મોબાઇલ બનાવતી કંપનીઓ દ્વારા આપવામાં આવતો આ નંબર યુનિક હોય છે. તે જોવા માટે …૦૬ ટાઇપ કરવાથી ૧૫ ડિઝિટનો નંબર મોબાઇલના ડિસ્પ્લે પર દેખાય છે. આ નંબરના આધારે પોલીસ મોબાઇલ ફોનને ટ્રેક કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ ગુનાઓ શોધવામાં સફળ થઇ શકે છે. આથી દરેક વ્યકિતએ પોતાનો ફોન રેઢો મૂકવો જોઇએ નહીં, આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ.

સુરતમાં ચાઇનાના મોબાઇલનું આખું બજાર છે

ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જ્યાં ચાઇના મોબાઇલ ફોનનું એક આખું બજાર છે. માગો તેવા અને મનગમતી કિંમતમાં અહીં મોબાઇલ ફોન મળે છે, પરંતુ આ નિર્ણયથી આ તમામ બજારોને ભારે ફટકો પડશે અને જેમની પાસે મોબાઇલ છે તે પણ નકામાં થઇ જશે. જોકે, અન્ય મોબાઇલના આઇએમઇઆઇ નંબર હશે તો આવા ચાઇના મોબાઇલ ફોન ચાલુ રહેશે. પરંતુ તે લાંબો સમય ચાલશે નહીં. આજે નહીં તો કાલે આવા ફોન પણ સિસ્ટમમાં પકડાઇ જશે અને લોક થઇ જશે.

સિકયોરિટીના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે : બાંઝલ

બીએસએનએલના જનરલ મેનેજર (સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસ) વિવેક બાંઝલે જણાવ્યું હતું કે આ નિર્ણય સિકયુરિટીના હેતુ માટે લેવામાં આવ્યો છે. દરેક મોબાઇલમાં આઇએમઇઆઇ નંબરથી યુનિક પેરામીટર હોય છે. જેના આધારે કોઇપણ મોબાઇલ ટ્રેસ કરી શકાય છે. જો આ નંબર સાથે જ ચેડાં કરવામાં આવેલા હોય અથવા તો આ નંબર જ ન હોય તો સિકયોરિટી જોખમાય છે. આથી સુરક્ષાના હેતુસર ટેલિકોમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taken From divyabhaskar

Monday, March 16, 2009

સુરત જીલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સુરત (શહેર), બારડોલી, કામરેજ, મહુવા, સુરત જિલ્લો, ઓલપાડ, માંડવી(સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.

સુરત

સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.

ઈતિહાસ


સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (ઝરી અને કિનખાબ) અને ડાઈંગનો છે.સાલ ૨૦૦૮ મા સુરત (૧૬.૫ % GDP) ભારત ના સર્વ ધિક્ GDP વિકાસ દર ધરાવતા શેહરો માનું એક હતું. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી, જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે, અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.

ભૌગોલીક સ્થાન


સુરત તાપી નદીના કિનારે વસેલુ એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધો ના કારણે હાલનુ બંદર ખુબજ નાનુ થઈ ગયુ છે. જે હજીરા પાસે આવેલ છે.સુરતની આસપાસ તાપી જીલ્લો,ભરૂચ જીલ્લો,વલસાડ જીલ્લો, નર્મદા જીલ્લો, નવસારી જીલ્લો અને ડાંગ જીલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.

આઝાદી પછી


આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું બીજા નબરનું સ્વચ્છ શહેર છે

આજનું સુરત


૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.

બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.

સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.અને મહાનગરના કાર્ય ખુબજ વખાનવા યોગ્ય છે.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૩,૨૮,૦૦૦ છે.

આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે

જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી દિલ્હી, જયપુર અને કંડલાની સીધી સેવાઓ ઉપલબ્ધ છે.

આજે સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ નો ખુબજ વિકાસ થઇ રહ્યો છે, સુરતનાં પિપલોદ વિસતારમાં આવેલ ગૌરવ પથ ઊપર રવીવારનાં દિવસે આખુ સુરત ઊમટી પડે છે.

હવામાન



  • શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ 10.2° સેં.

  • ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨° સેં., અલ્પતમ ૨૪° સેં.

  • વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : આશરે ૯૩૧.૯ મીમી

  • અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન  : ૬.૫° સેં.

  • અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન  : ૪૮° સેં.


વહિવટ


સુરતનો રાજકિય વહિવટ સુરત મહાનગર પાલિકા દ્વારા ચાલે છે.
સુરત મહાનગર પાલિકા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં આવે છે.
સુરત જિલ્લા કલેક્ટર શ્રી દિલિપ રાવલ છે.
સુરત એરપોર્ટ સુરત ડુમ્મસ રોડ પર આવેલ છે.
સુરતના મેયર રણજીતસિંહ ગીલીટવાલા છે.