સર્ચ જાયન્ટ ગૂગલ હવે ઓપરેટિંગ સ્સિટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે! દુનિયાભરના ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ કે બીજા કોઇ પણ કમ્પ્યૂટર પર માઈક્રોસોફટની ઓપરેટિંગ સિસ્ટમ ‘વિન્ડોઝ’ રીતસરનું રાજ કરે છે.
બીજી બાજુ ઇન્ટરનેટ જગતમાં ગૂગલનું સામ્રાજય અજાણ્યું નથી. અત્યાર સુધી બન્ને બળિયાઓના ક્ષેત્રો નોખાં હતા. હવે બન્નેની ટક્કર ઓપરેટિંગ સિસ્ટમ મુદ્દે થવા જઈ રહી છે. ગયા વર્ષે ગૂગલે સર્ચ એન્જિન ‘ક્રોમ’ લોન્ચ કર્યું હતું. હવે ‘ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ’ આવી રહી છે. ગૂગલના કહેવા પ્રમાણે સસ્તાં લેપટોપ માટે તેઓ આ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. તેનો ઉપયોગ ડેસ્કટોપમાં પણ થઈ શકશે.
ગૂગલનું કહેવું છે કે અત્યાર સુધીની ઓપરેટિંગ સિસ્ટમ્સ ઇન્ટરનેટ યુગ પહેલાંની હતી એટલે જૂનવાણી હતી.નિષ્ણાતોના મતે ગૂગલની આ નિ:શુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફટને ભારે પડી શકે છે! થોડા સમય પહેલાં માઈક્રોસોફટે ‘બિંગ’ નામે સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.
આ પહેલા માઇક્રોસોફટ ‘વિન્ડોઝ લાઇવ’ નામે સર્ચ એન્જિન લાવ્યું હતું. નેટ વલ્ર્ડમાં બંનો ખાસ કંઈ ગજ વાગ્યો નથી તે અલગ વાત છે. ચાલુ વર્ષે માઇક્રોસોફટ ‘વિન્ડોઝ’ને આધુનિક શસ્ત્ર-સજજા સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ૨૦૧૦ના મઘ્યમાં આવવાની છે. ત્યાં સુધી માઈક્રોસોફટ પાસે આ ‘સાઈબર વોર’ માટે તૈયારી કરવાનો સમય છે!
લિનક્સએ માઇક્રોસોફ્ટનો માથાંનો પ્રથમ દુખાવો છે. જો તમે રાવણની જેમ ૧૦ માથાંઓ રાખો તો દુખાવો તો ફ્રીમાં મળે જ ને...
ReplyDelete