Friday, July 31, 2009
Wednesday, July 29, 2009
ગૂગલ અને ગુજરાતી
<a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'><img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a' border='0' alt='' /></a>
તમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી રહી છે. હવે આ કામ ગૂગલે હજી વધુ સહેલું બનાવી દીધું છે.
થોડું પુનરાવર્તન કરીએ તો, તમારા કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ટાઈપ કરવાના મુખ્ય બે રસ્તા છે - એક તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસે નિિશ્ચત કરેલા કી-બોર્ડ અને તેને સપોર્ટ કરતા સોફટવેરની મદદથી, અથવા તો ટ્રાન્સલિટરેશનની પદ્ધતિથી, એટલે કે ઇંગ્િલશમાં લખો અને ગુજરાતીમાં દેખાય એ રીતે. ડીઓઇના કીબોર્ડવાળી રીત થોડી લાંબી પ્રોસિજરવાળી છે. જોકે એ સાઇન્ટિફિક છે અને ગુજરાતીમાં ઝાઝું લખવાનું રહેતું હોય તો વધુ સારી છે, પણ છે શેરબજાર જેવી - સારું વળતર મેળવવા ધીરજ ધર્યા વિના છૂટકો નહીં. જયારે ટ્રાન્સલિટરેશનમાં કોઈ કડાકૂટ નથી. ટાઇપ કરો, કોપી કરો, જયાં જોઈએ ત્યાં પેસ્ટ કરો એટલે વાત પૂરી!
સંખ્યાબંધ વાચકમિત્રોના મેઇલ કે ઓકૂર્ટ જેવી સાઇટ પર નજર ફેરવતાં સમજાય કે ઇંગ્િલશ આલ્ફાબેટનો ઉપયોગ કરીને મનની વાત ગુજરાતીમાં વહેતી મૂકવામાં તો સૌ કોઈને હવે જબરી ફાવટ આવી ગઈ છે. યુએસ સ્થિત વિશાલ મોણપરાએ (‘કળશ’ના નિયમિત વાચકો હવે એમને સુપેરે ઓળખે છે) આ રીતે ઇંગ્િલશ લખીને ગુજરાતીમાં પરિણામ આપતું ટાઇપપેડ વિકસાવ્યું છે અને એ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય તેવું છે.
હવે ગૂગલે પણ આમાં ઝંપલાવ્યું છે. આમ તો ગૂગલે બે વર્ષ પહેલાં હિન્દી ભાષા સાથે આ સેવાની શરૂઆત કરી હતી અને પછી તેમાં ભાષા ઉમેરાતી ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ, ગયા મહિને આપણી ગુજરાતીનો પણ તેમાં વારો આવી ગયો છે. હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે: http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર કિલક કરી, આપેલા બોકસમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો.
તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે. એટલું યાદ રાખજો કે અહીં માત્ર લિપિ ફેરવાય છે, અર્થ નહીં (ટ્રાન્સલિટરેશન પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન - અનુવાદની સુવિધા પણ આવી રહી છે). તમે લખેલો શબ્દ યોગ્ય રીતે ગુજરાતીમાં ફેરવાયો ન હોય એવું બની શકે છે (‘ણ’ અને ‘ન’ પ્રકારના ભેદ શરૂઆતમાં તકલીફ આપશે).
તો એ જ શબ્દ પર માઉસના લેફટ બટનથી કિલક કરો. તરત નીચે, એ પ્રકારના બીજા શબ્દોની યાદી દેખાશે. એમાં યોગ્ય શબ્દ પસંદ કરો અથવા એડિટનો વિકલ્પ પસંદ કરો એટલે સંભવિત વિકલ્પ અને સ્વર-વ્યંજન સહિત આખો કક્કો ધરાવતું બોકસ ખૂલશે, તેમાંથી ચાહો તે રીતે શબ્દ સુધારી લો. ગૂગલની મજા એ છે કે એક વાર તમે શબ્દ સુધારી લેશો, પછી એ બીજી વાર ભૂલ નહીં કરે (માણસ કરતાં સ્માર્ટ છે!). જોકે વિકિપિડીયા મુજબ, ભારતમાં ૧,૬૫૨ ભાષા છે, ગૂગલે ઘણા વધુ સ્માર્ટ થવું પડશે!
Teken From Divyabhasker

Tuesday, July 28, 2009
ઉપયોગી કિચન ટિપ્સ
>>બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
>>ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો.
>>દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.
>>રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને સરળતાથી સાફ કરવા માટે ડુંગળી છીણીને ચોંટી ગયેલી વસ્તુ પર મૂકો. પછી તેના પર ગરમ પાણી રેડો. ૫ મિનિટમાં વાસણ સાફ થઈ જશે.
>>શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો. ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે. આમ કરવામાં ઘણી વાર પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે. જયારે લાકડાંના પાટિયામાં આવું થવાની શકયતા રહેતી નથી.
>>લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળશે.
>>લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
>>દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.

Monday, July 27, 2009
ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ: માઈક્રોસોફટ માટે નવો માથાનો દુખાવો?
સર્ચ જાયન્ટ ગૂગલ હવે ઓપરેટિંગ સ્સિટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે! દુનિયાભરના ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ કે બીજા કોઇ પણ કમ્પ્યૂટર પર માઈક્રોસોફટની ઓપરેટિંગ સિસ્ટમ ‘વિન્ડોઝ’ રીતસરનું રાજ કરે છે.
બીજી બાજુ ઇન્ટરનેટ જગતમાં ગૂગલનું સામ્રાજય અજાણ્યું નથી. અત્યાર સુધી બન્ને બળિયાઓના ક્ષેત્રો નોખાં હતા. હવે બન્નેની ટક્કર ઓપરેટિંગ સિસ્ટમ મુદ્દે થવા જઈ રહી છે. ગયા વર્ષે ગૂગલે સર્ચ એન્જિન ‘ક્રોમ’ લોન્ચ કર્યું હતું. હવે ‘ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ’ આવી રહી છે. ગૂગલના કહેવા પ્રમાણે સસ્તાં લેપટોપ માટે તેઓ આ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. તેનો ઉપયોગ ડેસ્કટોપમાં પણ થઈ શકશે.
ગૂગલનું કહેવું છે કે અત્યાર સુધીની ઓપરેટિંગ સિસ્ટમ્સ ઇન્ટરનેટ યુગ પહેલાંની હતી એટલે જૂનવાણી હતી.નિષ્ણાતોના મતે ગૂગલની આ નિ:શુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફટને ભારે પડી શકે છે! થોડા સમય પહેલાં માઈક્રોસોફટે ‘બિંગ’ નામે સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.
આ પહેલા માઇક્રોસોફટ ‘વિન્ડોઝ લાઇવ’ નામે સર્ચ એન્જિન લાવ્યું હતું. નેટ વલ્ર્ડમાં બંનો ખાસ કંઈ ગજ વાગ્યો નથી તે અલગ વાત છે. ચાલુ વર્ષે માઇક્રોસોફટ ‘વિન્ડોઝ’ને આધુનિક શસ્ત્ર-સજજા સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ૨૦૧૦ના મઘ્યમાં આવવાની છે. ત્યાં સુધી માઈક્રોસોફટ પાસે આ ‘સાઈબર વોર’ માટે તૈયારી કરવાનો સમય છે!
રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે
ભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ
આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે.
આ ઉપરાંત બે પૂનમ અને બીજા દિવસે ગુરુવારે ચંદ્રગ્રહણ છે, પરંતુ આ માંધ(છાયા) ગ્રહણ હોવાથી તેને પાળવાનું નથી. ગયા વર્ષે પણ ભદ્રાના કારણે રક્ષાબંધનનો સમય બપોર પછીનો રહ્યો હતો.
ભદ્રા યોગ : મંગળવારના દિવસે વિષ્ટિ કરણથી ભદ્રા યોગ રચાતો હોય છે. આ યોગમાં શુભ કાર્યોકરી શકાતા નથી.
ગ્રંથો અનુસાર શુભ કાર્ય નહીં થઇ શકે
પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું હતું કે ધર્મસિંધુ અને નિર્ણયસાગર ગ્રંથમાં દર્શાવ્યા મજબ પ ઓગસ્ટના રોજ સવારે ૪ કલાકે શ્રવણ નક્ષત્રમાં વિષ્ટિ કરણને કારણે રચાતા ભદ્રા યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતા નથી. જેને લીધે બહેનો ભાઈને સાંજે ૫.૧૫ સુધી રાખડી બાંધી શકશે નહીં, ત્યારબાદ બાંધી શકાશે. આ ઉપરાંત સવારે ૪ કલાકે ઉદય તિથિ પૂનમ બેસતા જ ભદ્રા યોગ રચાય છે. આથી બપોર સુધી રાખડી પણ નહીં બંધાય અને જનોઈ પણ બદલી ન શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મકર રાશિમાં રહેતી કલ્યાણી નામની ભદ્રા લક્ષ્મી આપનારી હોવાથી સાધના માટે ઉત્તમ મનાય છે.
યજુર્વેદી સિવાયના બ્રાહ્મણો ગુરુવારે જનોઇ બદલી શકે
જયોતિષી નયનભાઈએ જણાવ્યું હતું કે જનોઈ બદલવા માટે ભદ્રા યોગ નડતરરૂપ નથી પરંતુ આ સમયે શુભકાર્ય કરી શકાતાં ન હોવાથી જનોઈ બદલાતી નથી. બીજું કે ૫ ઓગસ્ટના રોજ બુધવારે વ્રતની પૂનમને દિવસે સાંજે ૫.૧૫ પછી અને ગુરુવારે પણ પૂનમ હોવાથી તે દિવસે બપોરે ૧.૪૧ સુધી જનોઈ બદલી શકાય છે. આ ઉપરાંત બુધવારી પૂનમે યજુર્વેદી બ્રાહ્મણો માટેજનોઈ બદલવાનું મહત્ત્વ છે, બાકીના બ્રાહ્મણો ગુરુવારે જનોઈ બદલે તો પણ ચાલે.
ચંદ્રગ્રહણનું કોઇ અસર નથી
જયોતિષી કર્દમ દવેએ જણાવ્યું હતું કે બુધવારે ભદ્રા યોગ સાંજે ૫.૧૫ પછી પૂરછના ભાગે આવે છે. આ સમય પછી જ કોઈપણ શુભ કાર્ય કરી શકાય. જયારે ૬ઓગસ્ટના રોજ ગુરુવારે થનાર ચંદ્રગ્રહણ માંધ(છાયા) ગ્રહણ છે એટલે પાળવાનું હોતું નથી. બુધવારે સાંજે ૫થી ગુરુવારે બપોર સુધી રાખડી બાંધી શકાશે અને જનોઈ સૂર્યદેવની ઉપસ્થિતિમાં બદલવાની હોય છે. ગયા વર્ષે પણ ચૌદશની રાત્રિએ પૂનમ શરૂ થતી હતી અને વિષ્ટિને કારણે રક્ષાબંધન ઉજવાઈ ન હતી.

Teken From Divyabhaskar.co.in
Subscribe to:
Posts (Atom)