વિદ્વાન જયોતિષીઓના મતાનુસાર આ દિવસોમાં જે કોઈ કામકાજનો આરંભ કરવામાં આવે તે સ્થાયી અને ફળદાયી નીવડે. ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને ૩૧મી જાન્યુઆરીએ વસંત પંચમીની વરચેના સમયમાં મહાચતુર્થીએ સર્વાર્થ સિઘ્ધિયોગ, દ્વિપુષ્કર યોગ, ષટ્તલા એકાદશી, દ્વાદશી તેમજ સોમવતી અમાસે વિશેષ ફળદાયી યોગોનો સંયોગ બને છે.
સૂર્યની ઉત્તરાયણમાં ગતિની સાથેજ શુભ કાર્યોનો આરંભ થઈ જશે. મકરસંક્રાંતિએ કરવામાં આવેલાં શુભ કાર્યોનું ફળ વસંત પંચમી અને અક્ષય તૃતીયા જેવું મળશે. આ દિવસો દરમિયાન સોના, ચાંદી તેમજ જમીન જેવી ખરીદી ખુબ જ શુભ બની રહે છે.
જયોતિષી મુકેશભાઈ રાવલ (મહેસાણા)ના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સંકટ ચતુર્થી પણ છે જે મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારનો સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે અને હવે ૫૦ વર્ષ પછી આવશે.
સંયોગ અને ખરીદી માટેનાં શુભ યોગ
જયોતિષી કર્દમ દેવેએ જણાવેલા મુહૂર્ત અનુસાર નીચે મુજબના યોગો શુભ છે.
૧૪ જાન્યુઆરી.....મકરસંક્રાંતિ, તલ ચતુર્થી અને બુધવારનો સંયોગ
૨૧ જાન્યુઆરી.....અમૃત સિદ્ધિ યોગ
૨૬ જાન્યુઆરી.....સોમવતી અમાસ
૩૧ જાન્યુઆરી.....વસંત પંચમી : સોનું
૭ ફેબ્રુઆરી.......શનિ પ્રદોષ
૮ ફેબ્રુઆરી.......ગુરુ પુષ્યનો સંયોગ
No comments:
Post a Comment