Tuesday, May 27, 2008

સુરત એપીએમસી ફળ અને શાકભાજીની નિકાસ કરશે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સુરત (એપીએમસી સુરત)ને ફળફળાદી તથા શાકભાજીની નિકાસ કરવા રાજય સરકારે મંજૂરી આપી છે. ફળ-શાકભાજીની નિકાસ મંજૂરી મેળવનાર દેશની સૌપ્રથમ એપીએમસી દ્વારા ૨૨ મે ૨૦૦૮ને ગુરુવારે ૪.૫ ટન કેસરી કેરીનું સૌપ્રથમ કન્સાઇન્મેન્ટ લંડન ખાતે રવાના કરવામાં આવશે.

જોકે, અત્યાધુનિક સુવિધાની સજજ એગ્રોફૂડ પાર્ક કાર્યરત થાય તે પૂર્વે વિશ્વભરના બજારોમાં નિકાસ માર્કેઠ વિકાસવાવના હેતુસર એપીએમસીએ રાજય સરકાર પાસે નિકાસ પરવાનગી માંગી હતી રાજય સરકારે સુરત એપીએમસી અરજીને માન્ય રાખીને ફળ ફળાદી શાકભાજીની નિકાસ કરવા ઔધોગિક મંજૂરી આપી છે.

જે આ પ્રકારે ફળફળાદી શાકભાજીની નિકાસ કરવા મંજૂરી મેળવનાર સુરત એપીએમસી, દેશની એકમાત્ર એપીએમસી બની છે. ખેતપેદાશોની વિદેશમાં નિકાસ કરવાની તૈયારીરૂપે એપીએમસીએ નિકાસ પ્રક્રિયા માટેના જરૂરી તમામ લાઇસન્સ મેળવી લીધા છે. ઉપરાંત રાજય સરકારની પણ મંજૂરી પ્રાપ્ત થતાં નિકાસ પ્રક્રિયા હાથ ધરાશે.

વધુમાં જણાવ્યું હતું કે નિકાસની મંજૂરી મળતાં જ સંસ્થાએ ખેત પેદાશની નિકાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે. જેના ભાગરૂપે ૨૨ મે ૨૦૦૮ને ગુરુવારે મુંબઇ પોર્ટથી ૪.૫ ટન કેસર કેરીનું કન્સાઇન્મેન્ટ લંડન ખાતેના એટીજી હોલસેલર્સને રવાન કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઇથી નિકાસની મંજૂરી મેળવવામાં આવી છે.

હવે ફકત કિસયરન્સ મેળવવાના રવાના થયા બાદ આગામી દિવસોમાં અન્ય પેદાશોની પણ નિકાસ કરવામા આવશે. એપીએમસીના સેક્રેટરી નિલેશભાઇ ખોરાટે જણાવ્યું હતું કે લંડન ખાતે એકસપોર્ટ બાદ મીડલ ઇસ્ટના ૪૪ દેશોમાં શાકભાજી ફળોની નિકાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Taken from Divyabhaskar

2 comments:

  1. Hi
    This vishal patel from u.s.a
    I like your this part.
    Thank you

    ReplyDelete
  2. આને કહેવાય સુરતની 'શાખ' વધારવાનો સ(ફળ) પ્રયોગ!

    ReplyDelete