Wednesday, April 28, 2010

સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે.....

લગભગ ૫૦ વર્ષ થવા આવ્યા ગુજરાત મહારાષ્ટ્ર હતું  એને પણ હવે તો ગુજરાત જ છે.

બસ આ ખુશી માં અત્યારે સુરત ના દરેક પુલ પર રોશની નો સરસ શણગાર સજાવી રહવાયો છે. રસ્તાઓ સાફ  થઇ રહા છે. સુરતમાં  એક અનેરું વાતવરણ ઉપસી આવતું લાગે છે. જો કે સુરત તો પહેલેથી સુદેર સ્વસ્થ અને શાંતિ ભરું શહેર છે. અને હવે સુરત મેગા city તરફ વળતું હોય આવું નથી લાગતું ? આ નવા પુલો નું નિર્માણ, નવું હવાઈ મથક, city બસ ની શરૂઆત અને આવું તો બીજું ધણું

જો કઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનતી

Thursday, April 8, 2010

ગરમી કે પછી આગ તોય મીઠી આંશ

સુરત માં સવાર પડે ત્યારે તો થોડુક સારું લાગે . જેમ દી ચડતો જાય તેમ ગરમીનો પારો પણ ઉપર ને ઉપર જતો રેય છે.  હવે  તો એચી પણ કામ નથી કરતા,  એચી વદારે જાવ તેમ તાપ પણ વધે જાય છે. હું અચી નો પારો નીચે લાવું છુ અને ગરમી એનો પારો ઉપર લય જાય છે. જાણે એચી અને ગરમી બને હારીફાઇમાં નો ઉતર્યા હોય એવું લાગે છે.

હવે ગરમી ની વાત થઇ જ હોય તો ફળના રાજા નામ કેમ કરી ભૂલી જવાય. તમે જાજુ વિચારતા ની ફળ નો રાજા એટલે કેરી. બસ હવે સુરત ને કેરી ની વાટ છે. ગાય વખતે તો મોધી દાટ હતી એટલે મન ભરી નોતી ખવાઈ પણ આ વખતે તો સસ્તી હશે એટલે લોકો મનભરી કેરી નો સ્વાદ લેશે.

Monday, April 5, 2010

અંગ્રેજી શીખવાના પ્રયત્નો શરુ કરા, જરાક હાથ દેજો

હમણા થી મેં અંગ્રેજી શીખવાનું શરુ કરું છે. પણ કઈ સમજ નથી પડતી કે કયા રસ્તે થી આગળ વધુ . અંગ્રેજી શીખવા સરળ અને સારો રસ્તો કયો એ બતાવવા વિનતી. દોસ્ત સમજી ને મારું માર્ગદર્શન કરવા વિનંતી .

જનક ગજેરા

Surat3856.wordpress.com