Thursday, July 24, 2008

આજનું સુરત

૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.

બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.

સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૨૨૮૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૨૧૯૯ છે.

જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી.

1 comment:

  1. sachhej surat ek vakhnayelu city chhe i like surat n i like surti bcoz i m surati .....
    garv se kaho i m surati.

    ReplyDelete