૯૦ના દાયકામાં અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનીસીપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
બીજીવાર (૧૧ ઓગસ્ટ ૨૦૦૬)અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હ્તુ.આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાસક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું.
કદાચ અંગ્રેજોની પહેલી કોઠીના સ્થાનને લીધે સુરતને આજે પણ એક સાવકા પુત્ર તરીકે રખાય છે. વર્ષૉથી ચાલતા અભિયાન છતાં શહેરી વ્યવસ્થા ઘણી ઓછી છે. અને આખા વિશ્વમાં ૩૦ લાખની વસ્તી વાળું સુરત એકજ એવું શહેર છે જ્યાં આજેય એરપોર્ટ નથી. હાલમાં ભારત સરકાર આ બાબતે સક્રિયપણે વિચારે છે. રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૨૨૮૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૨૧૯૯ છે. - સંદેશ
માહીતી સાથે ફોટા/ચીત્રો આપો તો સોનામાં સિગંધ ભળે દોસ્ત.
ReplyDelete