હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રીસ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ...માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે ત્યારે સુરત અને સ્પાર્કલનું દાયિત્ય બને છે કે સુરતના ડાયમંડને બ્રાન્ડનેમ આપો. કેમકે આજે વિશ્વમાં બિઝનેસની સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે બ્રાન્ડનેમની છે તેવો લલકાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પાર્કલ-૨૦૧૧ને ખુલ્લું મુકતા કર્યો હતો.
Taken from Divya Bhasker