Friday, June 5, 2009

નોકરી કે એડમિશન માટે શરત એક, વ્યસન છોડો LET OTHERS

Bhaskar News, Rajkot

Tuesday, May 26, 2009 01:34 [IST]




bankરાજકોટની પીપલ્સ બેંક અને શિક્ષણ સંસ્થાનું અનોખું અભિયાન

કોઈ બેંકમાંથી લોન જોઈતી હોય, સ્કૂલમાં એડમિશન લેવાનું હોય કે નોકરી કરવાની વર્તમાન માહોલમાં એવું ચોક્કસ કહી શકાય કે, ખિસ્સાં ભરેલા હોય તો બધું સરળ છે. પરંતુ રાજકોટની એક સંસ્થાએ નવો અભિગમ અપનાવ્યો છે અને તે એ છે કે નોકરી, એડમિશન કે ટ્રસ્ટીપદ જેવી બાબતો જોઈતી હોય અને ટકાવવી હોય તો મોઢા ખાલી હોવા જોઈએ એટલે એ વ્યકિતને કોઈ પ્રકારનું વ્યસન હોવું ન જોઈએ.

વ્યસન મુકિત માટે સૂત્રો અને પ્રવચનો તો અનેક પ્રકારના પરંતુ તેનો અમલ રાજકોટ પિપલ્સ કો.ઓપ. બેંક અને સરદાર પટેલ વિધા સંકુલ વિશેષ રીતે કરે છે. આ સંસ્થાઓના સંચાલક શામજીભાઈ ખૂંટને પણ જો કે, વ્યસન છે. વ્યસન મુકિત સામે લડત આપવાનું વ્યસન છે. શામજીભાઈને એક નશો છે. તમાકુ અને અન્ય કોઈપણ પ્રકારના વ્યસન સામે ઝઝૂમવાનો !

શામજીભાઈ કહે છે, અમારી બેંકને દસ વર્ષ થયા છે કેટલીક અઘરી શરતો અમે પાડીએ અને પડાવીએ છીએ. બેંકમાં ભરતી માટેની લાયકાત ગ્રેજયુએશન વીથ ફસ્ર્ટ કલાસ છે. તે ઉપરાંત અમે ચૂસ્તપણે એવો આગ્રહ રાખીએ છીએ કે અમારે ત્યાં કામ કરતો કર્મચારી વ્યસન વગરનો હોય બેંકમાં કે અંગત જીવનમાં તેને તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા દારૂ જેવી કોઈ ચીજનું બંધાણ હોવું ન જોઈએ.

આ શરત બેંકના ડિરેકર્ટસને પણ લાગુ પડે છે. અમે ૧૧ ડિરેકર્ટસ છીએ અને કોઈને વ્યસન નથી. જે વ્યકિત કે પાર્ટી લોન લે તે તો ઠીક પરંતુ અમારા ડિપોઝિર્ટસ માટે પણ એટલું ફરજિયાત છે કે, તે લોકો બેંકમાં આવે ત્યારે તો તેના મોઢામાં પાન-ફાકી કે તમાકુ ન જ હોવા જોઈએ. અને તેનું પાલન પણ થાય છે.

બેંક ઉપરાંત ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલું સરદાર પટેલ વિધાસંકુલ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ચલાવે છે ત્યાં આજ શરત છે. બાળકને સ્કૂલ અને હોસ્ટેલમાં મેરિટ પર એડમિશન મળે છે. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેની ફી ટ્રસ્ટી ભરે છે પરંતુ શરત એ છે કે, તેના પિતા કે વાલીને કોઈ વ્યસન ન હોય. તેમાં જામીન રાખીએ છીએ. એટલે કોઈ વાલીને વ્યસન હોવાનું પછીથી જાણમાં આવે તો એ જામીન પાસેથી ફી લેવાય છે. વ્યસન મુકિત માટે આવા પ્રોત્સાહનો અમે આપીએ છીએ.

વ્યસન ન હોય તેને ફીમાં રાહત !

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટી મંડળ દ્વારા એવી વિચારણા થઈ રહી છે કે, કોઈ વિધાર્થી એડમિશન લે ત્યારે જો તેમના વાલીને વ્યસન ન હોય તો તેને ફીમાં થોડી રાહત આપવી આ અંગે અંતિમ નિર્ણય થયો નથી.

વ્યસન ન છૂટયું, તો ટ્રસ્ટી પદ છોડવું પડયું

સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટીઓ માટે પણ શરત છે કે, તેમને વ્યસન ન હોવું જોઈએ. એક ટ્રસ્ટી પ્રયત્ન કરવા છતાં વ્યસન છોડી ન શકયા તો તેમણે અંતે ટ્રસ્ટીપદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત બેંકની બહાર ફાકી ખાઈ રહેલા ત્રણ કર્મચારીઓને પણ છૂટા કરી દેવાયા હતા. તેમ શામજીભાઈ કહે છે